અમદાવાદઃ મણિનગરમાં LUDO ગેમ પર જુગાર રમનારાઓ પર તવાઈ આવી
અટલ સમાચાર, અમદાવાદ ગુજરાતમાં પબજી ગેમ રમનારાઓ પર તંત્રએ ગાળિયો કસ્યો છે. માનસિક રીતે નુકશાન કરતી આ ગેમ પર રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રતિબંધ મૂકાયો છે. તો કેટલાક શહેરોમાં પબજી રમનારાઓને પકડીને તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હવે લુડો રમનારાઓ માટે માઠા સમાચાર આવ્યા છે. અમદાવાદમાં લુડો ગેમ પર જુગાર રમનારાઓ પર તવાઈ આવી
                                          Mar 19, 2019, 12:26 IST
                                            
                                        
                                    
 અટલ સમાચાર, અમદાવાદ
ગુજરાતમાં પબજી ગેમ રમનારાઓ પર તંત્રએ ગાળિયો કસ્યો છે. માનસિક રીતે નુકશાન કરતી આ ગેમ પર રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રતિબંધ મૂકાયો છે. તો કેટલાક શહેરોમાં પબજી રમનારાઓને પકડીને તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હવે લુડો રમનારાઓ માટે માઠા સમાચાર આવ્યા છે. અમદાવાદમાં લુડો ગેમ પર જુગાર રમનારાઓ પર તવાઈ આવી છે. મણિનગરમાં લુડો ગેમ રમનારા ચાર લોકો પર જુગારનો કેસ કરાયો છે. આમ તો લુડો ગેમ પર કોઈ પ્રતિબંધ નથી. તેમ છતાં પોલીસે લુડો પર જુગાર રમનારાઓ પર કેસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, માત્ર પબજી અને મોમો ચેલેન્જ પર જ પ્રતિબંધ છે, ત્યારે હવે લુડો ગેમ રમાનારાઓ પર કાર્યવાહી થતા લોકો ચોંક્યા છે.

