અલ્પેશ ઠાકોરના સમર્થનમાં કોંગ્રેસને ચિમકી આપનાર ચર્ચિત ચહેરો મનોજ ઠાકોર કોણ?

અલ્પેશ ઠાકોર પર આરોપ લગાવવાનું બંધ નહી કરાય તો કોંગ્રેસને 2019માં જોઇ લેવાની ચિંમકી સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી ઉચ્ચારી
 
અલ્પેશ ઠાકોરના સમર્થનમાં કોંગ્રેસને ચિમકી આપનાર ચર્ચિત ચહેરો મનોજ ઠાકોર કોણ?

અટલ સમાચાર.મહેસાણા,ગાંધીનગર

અલ્પેશ ઠાકોરની ઠાકોર સેના અને કોંગ્રેસ વચ્ચેનો અણબનાવ હવે ખુલીને સામે આવી રહ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા જ વિવાદ રાજકીય રંગ પકડી રહ્યો છે. ક્ષત્રિય ઠાકોર સેનાના લીગલ સેલના પ્રદેશ કન્વીનર મનોજ ઠાકોરે સોશિયલ મિડિયામાં પોસ્ટ કરી કોંગ્રેસને ખુલ્લી ધમકી આપી અલ્પેશ ઠાકોરનું સમર્થન કરી કોંગ્રેસને માપમાં રહેવાની ચેતવણી આપી દીધી છે.

અલ્પેશ ઠાકોરના સમર્થનમાં કોંગ્રેસને ચિમકી આપનાર ચર્ચિત ચહેરો મનોજ ઠાકોર કોણ?મનોજ ઠાકોરે ફેસબુક પર કરેલી પોસ્ટમાં કોંગ્રેસ પાર્ટી અલ્પેશ ઠાકોર અને ક્ષત્રિય ઠાકોર સેના પર આરોપ લગાવવાનું બંધ નહિ કરે તો 2019માં જોવા જેવી થશે તેવી ધમકી આપી છે.

અલ્પેશ ઠાકોરના સમર્થનમાં કોંગ્રેસને ચિમકી આપનાર ચર્ચિત ચહેરો મનોજ ઠાકોર કોણ?ક્ષત્રિય ઠાકોર સેનાને નવો ચહેરો મનોજ ઠાકોર પ્રથમવાર ચર્ચામાં આવ્યો છે. ત્યારે આ નવો ચહેરો મનોજ ઠાકોર કોણ છે તે જાણવા માટે પણ ઉત્સુકતા જોવા મળતી હતી. કોંગ્રેસને ખુલ્લી ચેતવણી આપનાર ઠાકોર સેનાના લીગલ સેલના કન્વીનર મનોજ ઠાકોર અત્યારે બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરના પીએ તરીકે કામગીરી કરે છે. ઠાકોર સેનાના સંગઠનને ઉત્તર ગુજરાતમાં વધુ મજબુત બનાવવામાં પણ તેમની મહત્વની ભુમિકા રહેલી છે. મતભેદો ઉભા થાય ત્યારે પણ પોતાની આગવી કુનેહ અને ટીમવર્કથી મનોજ ઠાકોરે ડેમેજકંટ્રોલ કરવામાં પણ સફળતા મેળવી ઠાકોર સેનાની નામના વધારી છે.

બહુચરાજી સીટ પરથી ચુંટણી લડેલા ગૃહમંત્રી રજની પટેલને પછડાટ આપવા માટે વિધાનસભા ચુંટણી સમયે મનોજ ઠાકોરે રણનીતી તૈયાર કરી હતી. અને ચાણક્ય સાબિત થતા કોંગ્રેસને આ સીટ મળી હતી. અને નવા નિશાળીયા ભરતજી ઠાકોર અહીથી ધારાસભ્ય બન્યા છે.

મહેસાણા કોર્ટમાં વકીલાતની પેક્ટિસ કરતા મનોજ ઠાકોર ગામડે ગામડે લીગલ એડવાઇઝર તરીકે પણ જતા હતા જેથી સર્વ સમાજ તેમને હંમેશા આવકારે છે. ઠાકોર સમાજના ઉસ્થાન અને વિકાસ માટે હંમેશા મનોજ ઠાકોર તત્પર રહી કામગીરી કરી રહ્યા છે.

નોધનીય છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા સત્તા માટે હવાતિયા મારતી કોંગ્રેસે અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાના સહારે સત્તાના સપના જોયા હતા. જો કે કોંગ્રેસે છેલ્લા 20 વર્ષમાં સારો દેખાવ કર્યો હતો પરંતુ સત્તા સુધી પહોચી શકી ન હતી. જો કે ત્યારબાદ સતત ઠાકોર સેના અને અલ્પેશ ઠાકોરના સમર્થકોની કોંગ્રેસમાં અવગણના થતી હોવાનું કહેવાઇ રહ્યુછે. જેથી નારાજ સેનાના હોદ્દેદારોએ અલ્પેશ ઠાકોર પર દબાણ ઉભુ કરતા અલ્પેશે પણ કોંગ્રેસ છોડવાના સંકેતો આપ્યા છે.