માણસા: પાટણપુરામાં વહેમ રાખીને પતિનો ધારિયા વડે પત્ની ઉપર હુમલો
અટલ સમાચાર,ગાંધીનગર ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા પાટણપુરા ગામે રહેતા એક શખ્સે તેની પત્નીના અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હોવાનો વહેમ રાખીને ઘરમાં રહેલા ધારિયા વડે પત્ની ઉપર હુમલો કર્યો હતો. ત્યારબાદ ઘાયલ થયેલી મહિલાને પ્રથમ ગાંધીનગર અને બાદમાં સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. માણસાના પાટણપુરા ગામના મોહનભાઇ બજાણીયા છેલ્લા કેટલાય સમયથી પત્નીને
Mar 15, 2019, 14:44 IST

અટલ સમાચાર,ગાંધીનગર
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા પાટણપુરા ગામે રહેતા એક શખ્સે તેની પત્નીના અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હોવાનો વહેમ રાખીને ઘરમાં રહેલા ધારિયા વડે પત્ની ઉપર હુમલો કર્યો હતો. ત્યારબાદ ઘાયલ થયેલી મહિલાને પ્રથમ ગાંધીનગર અને બાદમાં સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
માણસાના પાટણપુરા ગામના મોહનભાઇ બજાણીયા છેલ્લા કેટલાય સમયથી પત્નીને બીજા કોઇ પુરૂષ સાથે આડાસબંધ હોવાનો વહેમ રાખતો હતો. જેને લઇ બંને પતિ-પત્ની વચ્ચે અનેક વખત બોલાચાલી પણ થઇ હતી. પણ શુકવારે અચાનક ઉગ્ર બોલાચાલી બાદ આ ઇસમે ઘરમાં રહેલા ધારીયા વડે તેની પત્ની પર હુમલો કરતા મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ હતી. આ મામલે માણસા પોલીસ સિવિલ હોસ્પિટલમાં પહોંચી ઇજાગ્રસ્ત પત્નીની ફરિયાદના આધારે પતિ મોહનભાઇ બજાણીયા સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.