આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, બનાસકાંઠા

લોકડાઉનના ભંગ બદલ ઠેર ઠેર કાર્યવાહી સામે આવી રહી છે. જોકે આજે બનાસકાંઠા જિલ્લામાં વાયરલ થયેલો વિડીયો ધ્રુજાવી રહ્યો છે. બાઇક લઇ નિકળેલા યુવકને રોકી પોલીસ કર્મચારી રીતસર તૂટી પડે છે. ધોકા અને પાટું મારી લોકડાઉનના ભંગની કાર્યવાહી થાય છે. આવી સ્થિતિમાં જાહેરનામાના ભંગ સામે પોલીસના બે ચહેરા બહાર આવ્યાનું ચિત્ર ઉભરી આવ્યું છે. પંથકમાં ચકચાર જગાવતો વિડીયોનું સ્થળ, આરોપી કે પોલીસ કર્મચારીની વિગતો હજુસુધી અસ્પષ્ટ રહી છે.

ઉત્તર ગુજરાતમાં લોકડાઉનના ભંગ સામે હજારોની સંખ્યામાં ફરિયાદ થઇ તો અનેક વાહનો પણ ડિટેઈન થયા છે. જેમાં આજે વાયરલ થયેલો એક વિડીયો સૌથી વધુ ચર્ચાસ્પદ અને ચોંકાવનારો બન્યો છે. જેમાં માર્ગ પર પોલીસ કર્મચારીઓની ફરજ દરમ્યાન એક બાઇક ચાલક પસાર થાય છે. જેને રોકાવી પૂછપરછ બાદ પોલીસ કર્મચારી પિત્તો ગુમાવી ધોકા ફટકારે છે. આ દરમ્યાન એક પાટું મારી બાઈક સાથે યુવકને અથડાવે છે. સરેરાશ 33 સેેેકંંડના વિડીયોમાં પોલીસ ધોકા ઉપર ધોકા મારે છે. આ દરમ્યાન યુવક બે હાથ જોડી વિનંતી કરે છે. લોકડાઉનના ભંગ સામે પોલીસની આ ભયાનક કાર્યવાહી સૌથી વધુ સવાલો ઉભા કરી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના આ કર્મચારી યુવક ઉપર કહેર ગુજારતા જાણે આનંદ લેતા હોવાનો ભાવ બતાવે છે. જેનાથી પોલીસકર્મી ચોક્કસ બાબતે પ્રેરાઇ યુવકને માર મારે છે. ઘટનાનો વિડિયો ખૂબ તેજ ગતિએ વાયરલ થતાં દિવસભર ચર્ચાનો વિષય બન્યો છે. વિડીયો બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ તાલુકાનો હોવાનો દાવો થયો પરંતુ પોલીસની આ કાર્યવાહી સૌથી મોટો ચકચાર મચાવી રહી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. ભાઈ એવુ લાગે છે કે પોલીસવાળો મજા લે છે સસ્પેન્ડ કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code