મારામારી@સતલાસણા: ઘર આગળથી નિકળવું નહી કહીને પતિ-પત્નિને માર્યા, 4 વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ,સતલાસણા સતલાસણાના એક ગામેથી રસ્તાની બાબતે મામલો બિચકતાં મારામારીની ઘટના સામે આવી છે. જેમાં મહિલા ખેતરે જઈ રહી હતી ત્યારે અચાનક અમારા ઘર પાસેથી પસાર થવાનુ નહી કહીને બોલાચાલી કરી હતી. આ દરમ્યાન મહિલાનો પતિ આવતાં ઝઘડો શાંત પડવાને બદલે સામેવાળા ઉશ્કેરાઈ ગયા હતાં. બોલાચાલી વચ્ચે મહિલા અને તેના પતિને માર માર્યાની
 
મારામારી@સતલાસણા: ઘર આગળથી નિકળવું નહી કહીને પતિ-પત્નિને માર્યા, 4 વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ,સતલાસણા

સતલાસણાના એક ગામેથી રસ્તાની બાબતે મામલો બિચકતાં મારામારીની ઘટના સામે આવી છે. જેમાં મહિલા ખેતરે જઈ રહી હતી ત્યારે અચાનક અમારા ઘર પાસેથી પસાર થવાનુ નહી કહીને બોલાચાલી કરી હતી. આ દરમ્યાન મહિલાનો પતિ આવતાં ઝઘડો શાંત પડવાને બદલે સામેવાળા ઉશ્કેરાઈ ગયા હતાં. બોલાચાલી વચ્ચે મહિલા અને તેના પતિને માર માર્યાની ઘટના બની છે. ધોકા તથા દાંતરડા વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોચાડી હતી. 4 આરોપી વિરૂધ્ધ સતલાસણા પોલીસ મથકે ફરિયાદ દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુકાના કનેડીયા ગામે પતિ-પત્ની સાથે મારપીટની ઘટના પ્રકાશમાં આવી છે. કનેડીયા ગામે રહેતા લીલાબેન જગદીશભાઈ સેનમાં ગઈ કાલે ખેતરે જઈ રહ્યા હતા ત્યારે  અચાનક સેનમા અમરતભાઈએ રસ્તા પરથી ચાલવાની મનાઈ કરી હતી. બાદમાં મહિલાનો પતિ પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ દરમ્યાન અમરતભાઈની પત્ની,દિકરી તથા દિકરો લાકડી,દાંતરડા સાથે આવીને ગાળો બોલી હુમલો કરી દીધો હતો.

સુત્રોએ જણાવ્યું હતુ કે, રસ્તાના ઝઘડા દરમ્યાન આરોપી મધુબેન તથા રીતલે ફરીયાદીની પત્નીને લાકડી તથા ધોકાથી માર માર્યો હતો. જેથી પગના ભાગે ઈજાઓ થઈ હતી. આ સાથે આરોપી અમરતભાઈ તથા તેમના દીકરાએ લાકડી તથા દાંતરડા વડે હુમલો કરતા મહિલા અને તેનો પતિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આસપાસનાં લોકો ભેગા થઈ જતા મામલો શાંત પડ્યો હતો. બાદમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વડનગર સીવીલ હોસ્પીટલે ખસેડાયા હતા. ઘટનાને લઈ સતલાસણા પોલીસ સ્ટેશને 4 આરોપી સામે આઈપીસીની કલમ 325,324,323,504,506(2),114 તથા જીપીએ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

આરોપીના નામ

  1. અમરતભાઈ વિરાભાઈ સેનમાં
  2. મધુબેન અમરતભાઈ સેનમાં
  3. વિપુલભાઈ અમરતભાઈ સેનમાં
  4. રીતલબેન અમરતભાઈ સેનમાં, તમામ રહે-ગામ.કનોડીયા,તા.સતલાસણા,જી.મહેસાણા