આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, રમેશ વૈષ્ણવ

સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મદિર ખાતે સમૂહ લગ્નને લઈ પત્રકાર પરિષદ યોજી હતી .આગામી ૨૭મી જાન્યુઆરીના રોજ બપોરના ત્રણ કલાકે સર્વ જ્ઞાતિના ૧૦૮ સમૂહ લગ્ન યોજાશે. જેમાં મુખ્યમત્રી વિજય રૂપાણી ,વડતાલ સ્વામિનારાયણ મદિરના ગાદીપતિ આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ આપશે હાજરી.

બોટાદ જિલાના બરવાળા તાલુકામાં આવેલ વિશ્વ વિખ્યાત અને સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિર દ્વારા છેલા ત્રણ વર્ષ સર્વ જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રથમ અને બીજા વર્ષે ૫૧ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા .ત્યારે આગામી ૨૭ મી જાન્યુઆરીએ જ તૃતીય સમૂહ લગ્ન યોજાશે. જેમાં ૧૦૮ નવ દંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે .સમૂહ લગ્નને લઈ આજે મંદિરનાં કોઠારી વિવેક સાગર સ્વામી અને ટ્રસ્ટી કિશોરભાઈ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં સમૂહ લગ્ન અંગે માહિતી આપતા જણાવેલ કે સર્વ જ્ઞાતિના ૧૦૮ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ,વડતાલ સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ સહિત અને રાજકીય આગેવાનો તેમજ સંતો-મહંતો હાજરી આપશે. સમૂહ લગ્નમાં આશરે ૮૦થી ૮૫હજાર સુધીનો કરિયાવર આપવામાં આવશે .સમૂહ લગ્ન માટે સમગ્ર મંદિરને રોશનીથી શણગારવામાં આવશે. સમૂહ લગ્નમાં ગરીબ પરિવારની પસંદ કરવામાં આવી છે. આશરે ૧૫૦૦ થી ૩૦૦૦ હજાર જેટલા સ્વયંસેવકો આ સમૂહ લગ્નમાં સેવા આપશે. સમૂહ લગ્નમાં ૧૧ પ્રકારની વાનગીઓની રસોઈ બનાવામાં આવશે. જેમાં ૪ હજાર કિલો ગુલાબ જાંબુ અને ૩ હજાર કિલો હલવો હશે. હાલ તો સમૂહ લગ્નને લઈ તડામાર તૈયારીઓ શરુ કરી છે

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code