અટલ સમાચાર,ડેસ્ક
મારૂતિ સુઝુકી (Maruti Suzuki) પોતાની લોકપ્રિય કાર અલ્ટોને ક્રેટ ટેસ્ટ નિયમ અનુરૂપ બનાવવામાં આવી રહી છે. 1 એપ્રિલ 2020થી ક્રેશ ટેસ્ટ કમ્પેટેબિલિટી ભારતમાં લાગૂ થઇ જશે. તેના માટે ઓટો કંપનીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. તેમણે પોતાની કારોને આ નિયમ હેઠળ લાવવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મારૂતિ આ કારને દિવાળી પર લોંચ કરી શકે છે.
ન્યૂ જનરેશન મારૂતિ અલ્ટો ફ્યૂચર એસ કોન્સેપ્ટ પર આધારિત હશે. તેને કંપનીએ 2018ના ઓટો એક્સપોમાં લોન્ચ કરી હતી. હાલની અલ્ટો નાની હેચબેક છે. પરંતુ નવો અવતાર જોવામાં SUV જેવો હશે. આ ડિઝાઇનને મારૂતિની આરએન્ડડી ટીમે તૈયાર કરી હતી. મારૂતિ અલ્ટો ન્યૂ જનરેશન દેખાવમાં Future S મીની SUV કોન્સેપ્ટ માફક લાગે છે.
નવી Alto ના ઈંટીરિયરમાં ટચસ્ક્રીમ ઇંફોટેનમેંટ સિસ્ટમ, ડિજિટલ ઈંસ્ટ્રૂમેંટ કંસોલ, સ્ટીયરિંગ માઉંટેડ કંટ્રોલ અને પહેલાની અલ્ટો કરતાં વધુ સ્પેસ મળી શકે છે. કંપની તેનું એન્જીન પણ અપડેટ કરશે જેથી BS6 એમિશન નોર્મ્સને પુરા કરશે. હાલની અલ્ટોનું એન્જીન 800 CC અને 1 લીટરમાં છે. આ BS4 કમ્પ્લાયન્સની સાથે આવે છે. જોકે હજુ એ સ્પષ્ટ થયું નથી કે નવી અલ્ટોના એંજીનમાં અપડેટ થશે કે નહી. કંપની દ્વારા હજુ સુધી કોઇ સત્તાવર નિવેદન આવ્યું નથી.