મર્દાનગીઃ પત્નિને ભગાડી ગયો આશિક, પતિએ ગણતરીના દિવસોમાં દબોચ્યો

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદના નરોડા વિસ્તારમાં આશિક સાથે ભાગી ગયેલી પત્નિને શોધી કાઢવા પતિએ જોરદાર હોશિયારી દાખવી હતી. પત્નિના નામનો પહેલો અક્ષર પોતાના કપાળ પર ચિતરાવનારા યુવકને પતિએ ઝડપી પાડ્યો હતો. પત્ની કોઇ યુવક સાથે ભાગી ગઈ હતી. જેથી પતિને રાહુલ નામના એક શખ્સ પર શંકા ગઇ હતી. બનાવની વિગત એવી છે કે શહેરના ઓઢવમાં
 
મર્દાનગીઃ પત્નિને ભગાડી ગયો આશિક, પતિએ ગણતરીના દિવસોમાં દબોચ્યો

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના નરોડા વિસ્તારમાં આશિક સાથે ભાગી ગયેલી પત્નિને શોધી કાઢવા પતિએ જોરદાર હોશિયારી દાખવી હતી. પત્નિના નામનો પહેલો અક્ષર પોતાના કપાળ પર ચિતરાવનારા યુવકને પતિએ ઝડપી પાડ્યો હતો. પત્ની કોઇ યુવક સાથે ભાગી ગઈ હતી. જેથી પતિને  રાહુલ નામના એક શખ્સ પર શંકા ગઇ હતી.

બનાવની વિગત એવી છે કે શહેરના ઓઢવમાં રહેતાં દશરથભાઇ મજૂરી કામ કરે છે, તેમણે સુમન નામની મહિલા સાથે બે વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. જોકે, ચાર માસ પહેલાં પત્ની સુમન ઘરેથી ભાગી ગઇ હતી. આ ઘટના બાદ દશરથભાઈએ ફરિયાદ પણ નોંધાવી હતી.

શંકાના આધારે પતિ અનેક દિવસોથી વિસ્તારમાં વૉચ ગોઠવીને બેઠો હતો. આ દરમિયાન પતિને જે યુવક પર શંકા હતી તે શખ્સ ત્યાં આવ્યો હતો. પતિએ પીછો કરી શખ્સના ઘરે પહોંચ્યો તો ત્યાં તેની પત્ની હાજર હતી. આ ઘટના બાદ પતિએ તેને લઇ જવા કહ્યું હતું. સમગ્ર ઘટનાક્રમ બાદ ઉશ્કેરાયેલા રાહુલે સુમનના પતિ સાથે મારામારી કરી હતી. આ મામલે નરોડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.