માતમ@દાહોદઃ એક જ પરિવારની બાળકીઓ કૂવામાં પડી, ત્રણેના કરૂણ મોત

અટલ સમાચાર, ડેસ્ક પંચમહાલ જિલ્લામાંથી રૂવાંટા ઉભા કરી દે તેવી એક ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારની ત્રણ બાળકીઓ રમતા-રમતા કુવામાં પડી ગઈ હતી, જેમના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા છે. દાહોદના દેવગઢબારિયા તાલુકાના અભલોડ ગામે લોકડાઉન વચ્ચે અચાનક એક જ પરિવારની ત્રણ બાળકી કુવામાં પડી જતા મોત થયા છે, જેને પગલે
 
માતમ@દાહોદઃ એક જ પરિવારની બાળકીઓ કૂવામાં પડી, ત્રણેના કરૂણ મોત

અટલ સમાચાર, ડેસ્ક

પંચમહાલ જિલ્લામાંથી રૂવાંટા ઉભા કરી દે તેવી એક ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારની ત્રણ બાળકીઓ રમતા-રમતા કુવામાં પડી ગઈ હતી, જેમના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા છે. દાહોદના દેવગઢબારિયા તાલુકાના અભલોડ ગામે લોકડાઉન વચ્ચે અચાનક એક જ પરિવારની ત્રણ બાળકી કુવામાં પડી જતા મોત થયા છે, જેને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ત્રણે બહેનો મનીષા, સેજલ અને રાધા લુહાર પોતાના ઘર નજીક રમી રહી હતી, પરિવારના સભ્યો ઘરમાં હતા તે સમયે ઘર પાસે આવેલા કુવામાં બાળકીઓ રમતા-રમતા અચાનક પડી ગઈ હતી. પરિવાર બાળકીઓને જોવા માટે બહાર આવ્યો, તુરંત તેમને બચાવવા લોકોએ પ્રયાસ શરૂ કર્યો.

ગ્રામજનો અને પરિવારે બાળકીઓને કુવામાંથી બહાર કાઢી પરંતુ ત્યાં સુધીમાં તો ત્રણેના શ્વાસ થંભી ગયા હતા. આ ઘટનાની જાણ ગ્રામજનોએ પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી. પોલીસે સ્થળ પર જઈ બાળકીઓના કેવી રીતે મોત નિપજ્યા તે મામલે માહિતી મેળવી ત્રણે બાળકીઓના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અચાનક એક જ પરિવારની ત્રણ બાળકીના મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.