આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

બનાસકાંઠા જીલ્લામાં તીડની તબાહીથી બચવા ખેડુતો વિવિધ પ્રકારની મથામણમાં લાગ્યા છે. આ દરમ્યાન સ્થાનિક ખેડુતે ઘરે હવા આપતો પંખો ખેતરમાં ફીટ કરી ભારેખમ અવાજ ઉભો કર્યો છે. પંખાના પાંખિયા કાઢી લોખંડના તારને તગારા સાથે અથડાવી મોટો જુગાડ ખેલ્યો છે. એકધાર્યા મોટા અવાજથી તીડ ખેતરમાં આવતા દરમ્યાન ઉડી રહ્યા છે. આ તમામ ગતિવિધિનો વિડીયો સોશિયલ મિડીયામાં સામે આવતા અન્ય ખેડુતો પણ મથામણમાં લાગ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

બનાસકાંઠા જીલ્લાના વાવ-ભાભર-સુઇગામ-દિયોદર-ડીસા-વડગામ સહિતના પંથકમાં તીડે ભારે આતંક મચાવ્યો છે. ખેડુતો વિવિધ પ્રકારનો અવાજ કરી તીડ ભગાડતા થાકી રહ્યા છે. જેમાં પંથકના એક ખેડુતે લાઇટવાળો પંખો ખેતરમાં ગોઠવી અવાજ ઉભો કર્યો છે. પાંખિયા વગરનો પંખો ખેતરમાં બે ધોકાના ટેકા વચ્ચે લગાવી આજુબાજુમાં તગારાં લગાવ્યા છે. પંખાની મોટર ફરતા તેની સાથે જોડેલા બે તાર તગારાંને જોરથી અથડાતા સતત મોટો અવાજ આવે છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ભારેખમ અવાજને પગલે તીડ ખેતરમાં હુમલો કરવાથી દુર જઇ રહ્યા છે. ખેડુતની તીડ ભગાડવાની તરકીબ જોઇ વિડીયો ઉતારી લીધો છે. આ વિડીયો સોશિયલ મિડીયાથી સામે આવતા તીડના આતંકથી ત્રાસી ગયેલ ખેડુતની વેદના સ્પષ્ટ થઇ છે. સૌથી મોટી વાત એ છે કે, લાઇટ ઉપર ચાલતો પંખો દરેક ખેડુત વિજળીના અભાવે લગાવી શકતા નથી. હાલ તો તીડ ભગાડવાનો ખેડુતનો આ નુસખો અસરકારક સાબિત થઇ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code