Ni ગુજરાતને અડીને આવેલા હિલ સ્ટેશન રાજસ્થાનમાં સહેલાણીનો પ્રવાહ શિયાળાની કડકડતી ઠંડીમાં પણ જોવા મળે છે. વહેલી સવારે ધુમ્મસથી ગીરીમાળાઓનું કુદરતી સૌદર્ય ખીલી ઉઠ્યુ હતું. નખી તળાવમાં પણ સહેલાઈઓ બોટીગ કરતા જોવા મળ્યા હતા. માઉન્ટ પર જવાના રસ્તે વાહન ચાલકો સાવચેતી રાખી ચલાવતા હતા. સુર્યાસ્ત સમયનો નજારો પણ જાણે ગિરિમાળાઓએ સોનેરી ચાદર ઓઢી હોય તેમ ખીલી ઉઠ્યો હતો. રાત્રે નખી તળાવનો સામેનો કિનારો રોશનીથી જગમગતા નયનરમ્ય નજારો સહેલાણીઓએ માણ્યો હતો.