ઉત્તરપ્રદેશના અમરોહામાં 9 મેડિકલ સ્ટોરના લાયસન્સ રદ્દઃ 7ને કારણદર્શક નોટીસ

અટલ સમાચાર, ડેસ્ક ખાદ્ય સુરક્ષા અને આૈષધ એકમ દ્વારા ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના 9 મેડિકલ સ્ટોરના લાયસન્સ રદ્દ કરી દેવાતા મેડિકલ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. આૈષધ નિરીક્ષક રાજેશકુમારની ઓચિંતી કાર્યવાહીને પગલે જિલ્લામાં હડકંપ મચી ગયો હતો. અમરોહા જિલ્લા કલેક્ટર હેમંતકુમારના આદેશને પગલે ખાદ્ય સુરક્ષા અને આૈષધ કચેરી દ્વારા મેડિકલ સ્ટોરમાં વિવિધ જોગવાઈઓ મામલે તપાસ હાથ
 
ઉત્તરપ્રદેશના અમરોહામાં 9 મેડિકલ સ્ટોરના લાયસન્સ રદ્દઃ 7ને કારણદર્શક નોટીસ

અટલ સમાચાર, ડેસ્ક

ખાદ્ય સુરક્ષા અને આૈષધ એકમ દ્વારા ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના 9 મેડિકલ સ્ટોરના લાયસન્સ રદ્દ કરી દેવાતા મેડિકલ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. આૈષધ નિરીક્ષક રાજેશકુમારની ઓચિંતી કાર્યવાહીને પગલે જિલ્લામાં હડકંપ મચી ગયો હતો.

અમરોહા જિલ્લા કલેક્ટર હેમંતકુમારના આદેશને પગલે ખાદ્ય સુરક્ષા અને આૈષધ કચેરી દ્વારા મેડિકલ સ્ટોરમાં વિવિધ જોગવાઈઓ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. આૈષધ નિરીક્ષક રાજેશ કુમારે કુલ 32 મેડિકલ સ્ટોરમાં વિવિધ ખામીઓને લઈ નોટીસ ફટકારી છે.

આ સાથે 9 મેડિકલ સ્ટોર સંચાલકોને અગાઉ આપેલ નોટીસનો જવાબ નહી મળતા મુરાદાબાદ સહાયક કમિશ્નર (આૈષધ) દ્વારા 7 મેડિકલના સંચાલકોને કારણદર્શક નોટીસ આપી હતી. જ્યારે કુઆખેડાના ચાૈધરી મેડિકલ સ્ટોર અને ઈકરા મેડિકલ સ્ટોર જ્યારે ખૈયામાફીના કાદીર મેડિકલ સ્ટોર તથા રાણા મેડિકલ સ્ટોર, ફાૈજી મેડિકલ સ્ટોર, ન્યુઅર્સ મેડિકલ સ્ટોર, હાજી રફીક મેડિકલ સ્ટોર, સાંઈ મેડિકલ સ્ટોર, ન્યુ બાલા મેડિકલ સ્ટોર સહિતના લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા છે.

આૈષધ નિરીક્ષક રાજેશકુમારે જણાવ્યું હતું કે, હજુપણ જો ભવિષ્યમાં કોઈ મેડિકલ સ્ટોરમાં ગડબડ માલૂમ પડશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

આૈષધ ઈન્સ્પેક્ટર રાજેશકુમારની કાર્યવાહીને પગલે પંથકના ગેરકાયદેસર મેડિકલ સંચાલકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. આ યુવા અધિકારીની કામગીરીને લઈ હોસ્પિટલ સંચાલકો અને દર્દીઓ કામગીરીને બિરદાવી રહ્યા છે.