પ્રભાતિયા અને લગ્નગીતોથી જાણીતા ગાયિકા મીના પટેલનું ઓસ્ટ્રેલિયામાં નિધન

અટલ સમાચાર,અમદાવાદ ગુજરાતમાં પ્રભાતિયા અને લગ્નગીતોથી ગાયિકા મીના પટેલનું 56 વર્ષે નિધન થયું છે. મૂળ અમરેલી જિલ્લાના વતની મીના પટેલ છેલ્લા કેટલાક વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં હતા. ગાયિકા મીનાબેન પટેલનું આજે ઓસ્ટ્રેલિયામાં ટૂંકી બીમારીથી નિધન થયું છે. છેલ્લાં 30-35 વર્ષથી તેઓ ગુજરાતી લોકસંગીત ક્ષેત્રે સેવા આપી રહ્યા હતા. 56 વર્ષીય મીનાબેન પટેલ અમરેલી જિલ્લાના વતની હતા. તેઓને
 
પ્રભાતિયા અને લગ્નગીતોથી જાણીતા ગાયિકા મીના પટેલનું ઓસ્ટ્રેલિયામાં નિધન

અટલ સમાચાર,અમદાવાદ

ગુજરાતમાં પ્રભાતિયા અને લગ્નગીતોથી ગાયિકા મીના પટેલનું 56 વર્ષે નિધન થયું છે. મૂળ અમરેલી જિલ્લાના વતની મીના પટેલ છેલ્લા કેટલાક વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં હતા. ગાયિકા મીનાબેન પટેલનું આજે ઓસ્ટ્રેલિયામાં ટૂંકી બીમારીથી નિધન થયું છે. છેલ્લાં 30-35 વર્ષથી તેઓ ગુજરાતી લોકસંગીત ક્ષેત્રે સેવા આપી રહ્યા હતા. 56 વર્ષીય મીનાબેન પટેલ અમરેલી જિલ્લાના વતની હતા. તેઓને રાજ્ય સરકારના ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. મીનાબેન પટેલે ગુજરાતી ગીતોમાં પાર્શ્ચગાયિકા તરીકે લોકચાહના મેળવી હતી.