મેળો@અંબાજીઃ એક જ ડ્રેસમાં આવેલા સંઘના ભક્તોએ ગરબા રમીને લોકોનું ધ્યાન ખેંચ્યું

અટલ સમાચાર, અંબાજી (રિતિક સરગરા) અત્યારે અંબાજી ખાતે ભવ્ય મહોત્સવનો માહોલ સર્જાયો છે. મા અંબાના પ્રાગટ્ય દિવસને વધાવવા લાખો ભક્તો પદયાત્રા કરીને અંબાજી પહોંચે છે. ભાદરવી પૂનમના દિવસોમાં લાખો ભક્તો માતા અંબાના દર્શન કરે છે. હજારો સંઘ પદયાત્રા કરીને અંબાજી આવે છે. માંંના ચરણોમાં આવતા સંઘોમાં અનેક વિવિધતા જોવા મળે છે. જેમાં રાજકોટના સંઘે આકર્ષણનું
 
મેળો@અંબાજીઃ એક જ ડ્રેસમાં આવેલા સંઘના ભક્તોએ ગરબા રમીને લોકોનું ધ્યાન ખેંચ્યું

અટલ સમાચાર, અંબાજી (રિતિક સરગરા)

અત્યારે અંબાજી ખાતે ભવ્ય મહોત્સવનો માહોલ સર્જાયો છે. મા અંબાના પ્રાગટ્ય દિવસને વધાવવા લાખો ભક્તો પદયાત્રા કરીને અંબાજી પહોંચે છે. ભાદરવી પૂનમના દિવસોમાં લાખો ભક્તો માતા અંબાના દર્શન કરે છે. હજારો સંઘ પદયાત્રા કરીને અંબાજી આવે છે. માંંના ચરણોમાં આવતા સંઘોમાં અનેક વિવિધતા જોવા મળે છે. જેમાં રાજકોટના સંઘે આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે.

મેળો@અંબાજીઃ એક જ ડ્રેસમાં આવેલા સંઘના ભક્તોએ ગરબા રમીને લોકોનું ધ્યાન ખેંચ્યું

advertise

રાજકોટનો સંઘ પદયાત્રા કરીને અંબાજી પહોંચી ગયો છે. વર્ષોથી આવતો આ સંઘ માંંની માંડવી લઇને અંબાજી આવે છે. એક સરખા ડ્રેસકોર્ડ સાથે રાજકોટનો સંગ અલગ તરી આવે છે.

મેળો@અંબાજીઃ એક જ ડ્રેસમાં આવેલા સંઘના ભક્તોએ ગરબા રમીને લોકોનું ધ્યાન ખેંચ્યું

આ સંઘમાં આવેલા મહિલા અને પુરુષોએ અંબાજીના ચોકમાં ગરબા કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સંઘ લઇને આવેલા ભક્તે જણાવ્યું હતું કે, વર્ષોથી માંં અંબાના દર્શન કરવા માટે આવીએ છીએ. ખાસ શણગારેલી છત્રી અને માંડવી સાથે માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. અમારી આવી તૈયારી માંં અંબાના માટે છે.