આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

ડીસા પાલિકાની સામાન્ય સભામાં અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા દરમ્યાન ગરમાગરમી સર્જાઇ હતી. સભાને અંતે વિકાસ કામોને લઇ સદસ્યો આક્રમક વલણમાં સામે આવ્યા હતા. જેમાં કોર્પોરેટર રમેશ રાણાએ ચીફ ઓફીસર વિરૂધ્ધ ગંભીર આક્ષેપો કરતા વહીવટી આલમમાં હડકંપ મચી ગયો છે. ચીફ ઓફીસર શહેરમાં ક્યાંયદેખાતા ન હોઇ ઓફીસમાં બેસી વાતો કરતા સફાઇ, આરોગ્ય સહિતના બાબતે અરજીઓનો નિકાલ થતો નથી.

બનાસકાંઠા જીલ્લાની ડીસા પાલિકામાં ધારાસભ્યની હાજરીમાં જનરલ બોર્ડની મિટીંગ મળી હતી. સત્તાધિન ભાજપી સદસ્યોએ અગાઉની જેમ જ કામોની ચર્ચા કરી કોંગ્રેસની નારાજગી વચ્ચે સભા આટોપી લીધી હતી. જોકે સામાન્ય સભાને અંતે નગરસેવકોએ વિવિધ મુદ્દે ચર્ચા કરતા શહેર સામે ચીફ ઓફીસરની ભુમિકા શંકાસ્પદ હોવાના સવાલો ઉભા થયા છે. નગરસેવક દિનેશ રાણાએ વિવિધ સમસ્યાઓને લઇ ચીફ ઓફીસરને જવાબદાર ઠેરવી દીધા છે.

શહેરના એકપણ વોર્ડમાં છેલ્લા કેટલાય મહિનાઓથી ચીફ ઓફીસર દેખાયા નથી. આ સાથે ગંદકી, જર્જરીત રોડ-રસ્તા, આરોગ્ય સહિતની શહેરની સુખાકારી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. શહેરમાં ગુનાહિત પવૃત્તિ રોકવા માટે લાગેલા સીસીટીવી કેમેરાને લઇ ગંભીર ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. દિનેશ રાણાએ શહેર અને હાઇવે સહિતના સરેરાશ 50 ટકાથી વધુ સીસીટીવી કેમેરા બંધ હોવાનું જણાવતા કાયદો અને વ્યવસ્થાને લઇ ચિંતાજનક બાબતો સામે આવી છે. શહેરની અનેક સમસ્યાઓ વચ્ચે ચીફ ઓફીસર ઓફીસમાં બેસી વાતો કરતા હોવાનો આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે.

24 Sep 2020, 11:09 AM (GMT)

COVID-19 Global Stats

32,381,864 Total Cases
986,836 Death Cases
23,893,482 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code