આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

આમ આદમી પાર્ટી મહેસાણા દ્રારા ગઇકાલે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પાર્ટીના પ્રદેશ પ્રભારી, પ્રદેશ પ્રમુખ, નોર્થઝોન પ્રભારી સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં સવારે સંવિધાનના રચયિતા ડો.બાબાસાહેબ આંબેડકરની મૂર્તિને ફૂલહાર કરી જય સંવિધાનના નારા સાથે જયઘોષ કર્યો હતો. જે બાદમાં પાર્ટીની બેઠકમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તમામ બેઠકો ઉપર ઉમેદવારોને ઉભા રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે પાર્ટી દ્રારા કાર્યકરોને જોડવા કવાયત હાથ ધરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લા આમ આદમી પાર્ટી દ્રારા ગઇકાલે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહેસાણા શહેરમાં પાર્ટી કાર્યાલય ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાત પ્રદેશ કારોબારીને મહેસાણા જીલ્લા સંગઠન બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સાથે પાર્ટીએ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની તમામ ચૂંટણીઓમાં ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી છે. આ તરફ સંવિધાન દિવસની ઉજવણીમાં કાર્યકરો માસ્ક પહેરીને ઉપસ્થિત રહ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહેસાણા ખાતે સંવિધાન દિવસની ઉજવણીમાં પાર્ટીના પ્રદેશ પ્રભારી અને દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ કિશોરભાઇ દેસાઇ, નોર્થઝોન પ્રભારી દીલીપસિંહ, મહેસાણા જીલ્લા પ્રમુખ હસમુખભાઇ પટેલ સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code