લોકસભા ચૂંટણી સંદર્ભે જિલ્લા નોડલ અધિકારીઓની બેઠક યોજાઇ
લોકસભા ચૂંટણી સંદર્ભે જિલ્લા નોડલ અધિકારીઓની બેઠક યોજાઇ

અટલ સમાચાર, મહેસાણા

જિલ્લા કલેકટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને ચૂંટણી સંદર્ભે કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવા માટે જિલ્લા નોડલ અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં બેલેટ પેપર, વાહન વ્યવસ્થા, પોસ્ટલ બેલેટ, મતકુટીર, પ્રચાર અને પ્રસાર, કાયદો અને વ્યવસ્થા જેવી તમામ અગત્યની બાબતે થઇ રહેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર એચ.કે.પટેલે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા ચૂંટણી મુક્ત અને નિર્ભય વાતાવરણમાં યોજાય અને તેની આચાર સંહિતા જળવાય તે માટે દરેક અધિકારીએ સર્તક રહેવું પડશે. આ ઉપરાંત વધુમાં વધુ નાગરિકો મતદાન કરે તે માટેના ગહન પ્રયાસો કરવા અનુંરોધ કર્યો હતો.