આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર)

આજરોજ સિદ્ધપુર માર્કેટ યાર્ડ હોલ ખાતે સિદ્ધપુર કોંગ્રેસ સમિતિ દ્વારા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આગામી નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચુંટણીઓની તૈયારી માટે તેમજ કોંગ્રેસ સમિતિનું નવું માળખું રચવા અને સંગઠન મજબૂત કરવાના સૂચનો આગેવાનો દ્વારા કાર્યકરોને આપવામાં આવ્યા હતા. જેમાં પાટણ જિલ્લા નિરીક્ષક અને કલોલ ધારાસભ્ય બળદેવજી ઠાકોર, પ્રદેશ નિરીક્ષક વિજયભાઈ પટેલ, પ્રદેશ નિરીક્ષક ગજેન્દ્રસિંહ રહેવર, સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, તાલુકા નિરીક્ષક જીગ્નેશભાઈ બારોટ, પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાબુજી ઠાકોરની આગેવાની હેઠળ સમસ્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સિદ્ધપુર કોંગ્રેસ સમિતિ, સરદાર પટેલ ગ્રુપ અને ક્ષત્રિય સમાજ દ્વારા મુખ્ય આગેવાનોનું બુકે તેમજ મૂમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું. સમસ્ત કાર્યક્રમમાં Gpcc ડેલીગેટ દશરથભાઈ પટેલ, ઇબ્રા હીમભાઇ ચારોલિયા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અભેસિંહ ઠાકોર, કોગ્રેસ તાલુકા પ્રમખ હમીદભાઇ મોકનોજિયા, તાલુકા પંચાયત પ્રમુખ કાંતીજી ઠાકોર, સિદ્ધપુર શહેર પ્રમુખ અમરસિંહ ઠાકોર, સિદ્ધપુર તાલુકા પચાયત ઉપપ્રમુખ જહુસંગ ઠાોકોર, પાટણ જિલ્લા કોંગ્રેસ મંત્રી હર્ષદભાઈ પાઘ્યા, જયા બેન શાહ, શંકરજી ઠાકોર(પાટણ), સારજીજી ઠાકોર(સરસ્વતિ), રશીદ ભાઈ કુરેશી સહિત જિલ્લા, તાલુકા અને શહેર કોંગ્રસ સમિતિના આગેવાનો, કાર્યકરોએ મોટી સંખ્યામાં સોશીયલ ડિસ્ટન્સ રાખી હાજરી આપી હતી.

27 Sep 2020, 3:46 AM (GMT)

COVID-19 Global Stats

33,055,054 Total Cases
998,722 Death Cases
24,406,153 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code