આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ (ભગવાન રાયગોર)

કેન્દ્ર સરકારના પ્રધાન મંત્રી કિસાન સમ્માન નિધી અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા પંચાયતના હૉલમાં મામલતદાર રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદી,સર્કલ ઓફિસર બી.એસ સોલંકી, વિસ્તરણ અધિકારી ખેતી બાબુભાઇ પ્રજાપતિ સહિત અન્ય નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી તેમજ ટી. એલ ઈ.અને વી.ઈ.સી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ૮૯ જેટલી ગ્રામ પંચાયતના અંદાજે ૩૪૨૮૦ જેટલા ખેડૂતો માટે સરકારે જાહેર કરવામાં આવેલી રકમ ૬૦૦૦ રૂપિયા જમા કરાવવા માટે દરેક ગ્રામ પંચાયતના વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરને ફોર્મ ભરવાની સૂચના આપવામાં આવી હતી. અને બે હેકટર તેમજ બે હેકટર થી ઓછી જમીન ધારણ કરતા ખેડૂતોને પી.એમ. કિસાન નિધી યોજનાનો લાભ મળવા પાત્ર છે અને ૭/૧૨ ના ઉતારાની એક નકલ પેટે કોમ્પ્યુટર ઓપરેટર સરકારી ધારાધોરણ મુજબની પાંચ રૂપિયાની ફી વસુલ કરી શકશે ત્યારે ખેડૂતોના ખાતામાં પુખ્ત વયના કોઈ વ્યક્તિ હોય તો એમનું ચૂંટણી કાર્ડ તેમજ બેંક પાસ બુક ફરજિયાત રજૂ કરવાના રહેશે અને ગુજરાત રાજ્ય બહાર રહેતા ખેડૂતોને જો પોતાના ગામનું આધાર કાર્ડ હશે તોજ આ લાભ મળશે. જેમાં ખેડૂત ખાતેદારો ને આધાર કાર્ડ અને બેંક પાસબુક ફરજિયાત રજુ કરવાની રહેશે, જેમાં તાલુકા લેવલ એન્જિનિયર પ્રવિણસિંહ અને મનોહરસિંહે કોમ્પ્યુટર ઓપરેટરોને યુઝર આઈડી તેમજ ટેકનીકલ તાલીમ આપી હતી. મહત્વનું છે કે, કાંકરેજ તાલુકાને અછત ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો એનું હેકટર દીઠ રૂ.૬૮૦૦ ખેડૂતોના ખાતામાં જમા કરવાની કામગીરી ચાલુ છે અને અત્યાર સુધી લગભગ ૧૫ કરોડ રૂપિયાનું ચુકવણું થઈ ગયું છે અને ૪૦ જેટલા ગામોની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે બાકી રહેલા ગામોનું ચુકવણું ચાલુ છે ત્યારે કેન્દ્ર સરકારે નવી યોજના હેઠળ દરેક ખેડૂતો ને એક વર્ષમાં ત્રણ હપ્તે ૨૦૦૦ રૂપિયા જમા કરાવી ખેડૂતોને સહાય કરી પગભર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે આ ઉપરાંત દસ દિવસમાં દરેક ખેડૂત ખાતેદારોના ખાતામાં રૂપિયા પ્રથમ હપ્તે ૨૦૦૦ જમા થાય તે માટે આગોતરી તૈયારીઓ શરૂ કરી છે અને ગ્રામપંચાયત તલાટી કોમ્પ્યુટર ઓપરેટર ફોર્મ ભરી ખેડૂતો ને મદદરૂપ થશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું..

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code