thakor sena kakrej
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)

કાંકરેજ તાલુકામાં ઠાકોર સેના દ્રારા રાત્રે લોકસભાને લઇને મીટીગનુ આયોજન કરવામા આવ્યું હતુ. જેમા કાંકરેજ તાલુકાના ઠાકોર સેનાના તમામ કાર્યકર્તાઓ જોડાયા હતા.

ઠાકોર સેના દ્વારા લોકસભાની ચુંટણીને લઇને ગત રાત્રે મીટીંગ બોલાવવામા આવી હતી. ત્યારે બનાસકાંઠા અને પાટણ જીલ્લામા લોકસભાની ટીકીટ ઠાકોર સેનાને મળવી જોઇએ અને જો ઠાકોર સેનાને પાટણ અને બનાસકાંઠામા ટીકીટ નહી આપવામા આવે તો ઠાકોર સેના ગમે તે સામે લડી લેવા તૈયાર છે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

ભાજપ, કોંગ્રેસ, અપક્ષ કોઈપણ પાર્ટી હોય ઠાકોર સેનાના આગેવાનોએ જણાવ્યુ હતુ કે સમાજને ટિકીટ નહી મળે તો લડી લેવાશે. તો બીજી બાજુ ઠાકોર સમાજમા પાટણ સીટ ઉપર કોંગ્રેસમાં જગદીશ ઠાકોર પ્રબર દાવેદાર મનાઇ રહ્યા છે. બનાસકાંઠામા કેશાજી ચૌહાણ ભાજપમા છે. તો પાટણ બનાસકાંઠામાં તો કોગ્રેસ અને ભાજપમા ઠાકોર સમાજના ટીકીટના દાવેદારો છે તો કેમ બીજી બાજુ ઠાકોર સેના દ્વારા મીટીંગો કરવામા આવી રહી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code