આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

શુક્રવારે મોડી રાતથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદે વલસાડ જિલ્લામાં, ડાંગ અને સુરત જિલ્લામાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતથી લઈને રાજસ્થાનમાં અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન અને મધ્યપ્રદેશમાં લો-પ્રેશરથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી આગામી 5 દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

સુરત જિલ્લામાં મેઘ મહેર યથાવત છે. જિલ્લામાં છેલ્લાં 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ જોઇએ તો, બારડોલીમાં 1 ઇંચ, ચોર્યાસીમાં 3 ઇંચ, કામરેજમાં 1 ઇંચ, મહુવામાં 3 ઇંચ, માંડવીમાં 2 ઇંચ, માંગરોળમાં 10.76 ઇંચ, પલસાણામાં 2 ઇંચ, ઓલપાડમાં 1 ઇંચ, ઉમરપાડામાં 4 ઇંચ, સુરત સીટીમાં 2.5 ઇંચ, ઉકાઈ ડેમમાં 305.85 ફુટ ઇનફલૉ છે. વલસાડ જિલ્લાના કપરાડા અને વાપીમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. વાપી અને કપરાડા બન્ને તાલુકાઓમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ગઈકાલે સાંજે 6 વાગ્યાથી અત્યારે સવારે 6 વાગ્યા સુધીમાં વાપીમાં 12 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે. વાપીમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયાં છે.

સુરત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ

સુરતમાં છેલ્લા કેટલાક કલાકોરમાં ધમાકેદાર બેટિંગ થઈ રહી છે. માંગરોળ 11 ઇંચ અને ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. કિમ, માંડવી રોડ પર વરસાદી પાણી ભરાયા છે. કિમ ચારરસ્તા ફિરદૌસ શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી દુકાનમાં ઘૂસ્યા છે. તો રસ્તાઓ પર ભરાયેલા પાણીને કારણે દુકાનદારો અને વાહન ચાલકો પરેશાન થયા છે.

ઉમરગામ 3.68 ઇંચ
કપરાડા 10.44 ઇંચ
ધરમપુર 5.08 ઇંચ
પારડી 6.76 ઇંચ
વલસાડ 4.48 ઇંચ
વાપી 9.24 ઇંચ
આહવા :4.2 ઇંચ
વઘઇ 7.36 ઇંચ
સાપુતારા 4 ઇંચ
સુબિર 2 ઇંચ

ડાંગ જિલ્લા અવિરત વરસાદને કારણે જિલ્લાનાં 8 કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયા છે. 30થી વધુ ગામો મુખ્ય મથકથી સમ્પર્ક વિહોણા થઇ ગયા છે. સાપુતારાનું સર્પગંગા તળાવ ઓવર ફલો થઇ ગયું છે. સાપુતારામાં ઝીરો વિઝીબીલીટી વાહન ચાલકો પરેશાન થઇ ગયા છે. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદની વાત કરી તો, આહવામાં 4.2 ઇંચ, વઘઇમાં 7.36 ઇંચ, સાપુતારામાં 4 ઇંચ, સુબિરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code