આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,અરવલ્લી

મેઘરજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.ડી.બ્રહ્મભટ્ટ સહિત તેમની ટીમ ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ કરતા હતા, તે સમય દરમિયાન સફેદ સ્વીફ્ટ કાર ચાલકે કાર ઉભી ન રાખતા પોલિસની ટીમ દ્વારા કારનો પીછો કરવામાં આવ્યો હતો. પીછો કરતા રાજસ્થાન પાર્સિંગની કાર RJ 09 CA 3915 મુકી ડ્રાઇવર તુંબલિયા નજીક કાર મુકીને ફરાર થઇ ગયો હતો.

ફરાર થયેલા બુટલેગર કાર ચાલકને ઝડપી પાડવા પોલિસનો સ્ટાફ પણ બુટલેગરને પકડવા માટે ફિલ્મી ઢબે પીછો કરી કાર ચાલક અશોક જીવરામ જાખડને દબોચી લીધો હતો. પોલિસે કારમાંથી રૂપિયા 73,200 ની કુલ 220 બોટલ, મોબાઈલ સ્વીફ્ટ કાર કિંમત રૂપિયા 4,00,000 સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને દારૂ ભરી આપનાર શખ્સ વિરૂદ્ધ કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code