આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

તાલાળામાં ધોધમાર મોડી રાત્રે 6 ઈંચ વરસાદથી સર્વત્ર જળ બંબાકારની સ્થિતિ બની છે. પ્રાંચીની સરસ્વતી નદીમાં ઘોડાપૂરથી માધવરાય ભગવાન જળમથ્ન થયા છે. છેલ્લાં 48 કલાકથી ગીરમાં મેઘરાજા મન મૂકી વરસી રહ્યાં છે. ગીરનાં તાલાળામાં 48 કલાકમાં અંદાજે 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેમાં પણ રાત્રે શરૂ થયેલો વરસાદ સવાર પડતા એક સાથે 6 ઈંચ જેટલો ખાબકી જતા સરસ્વતી નદી ગાંડીતુર બની છે. અને સિઝનનું ત્રીજું પુર સરસ્વતી નદીમાં આવ્યું છે. જેને લઈ સુત્રાપાડાનાં પ્રાંચી તીર્થે આવેલું ભગવાન માધવરાયજીનું મંદિર સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

માધવરાય ભગવાન ન પ્રતિમા લગભગ 15 ફૂટ થી વધુ પાણીની નીચે ગરક થઈ છે. લોકમાતા સરસ્વતી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી બે કાંઠે વહી રહી છે. અહીં એવી માન્યતા છે કે, ‘માધવરાય ભગવાન જળમગ્ન થાય એટલે વરસાદ વધુ વરસે. અને વર્ષ સોળ આની થાય.’ આથી ગીર સોમનાથ જિલ્લાનાં તમામ ખેડૂતોમાં ખુશીની લહેર ઉઠી છે. કુદરત ધારે તો શું ન કરી શકે ? હજુ થોડા દિવસ પહેલા જ જિલ્લાનાં ઉમરેઠી ગામ પાસે આવેલો હિરણ-2 ડેમ સાવ ખાલી ખંમ હતો. પરંતુ મેઘરાજાએ ભરપૂર હેત વરસાવતા આ ડેમ 80 ટકા જેટલો ભરાઈ ગયો છે. આ ડેમ દ્વારા 5 લાખ જેટલા લોકોને પીવાનું પાણી મળે છે તો ઉદ્યોગોને પણ પાણી આપવામાં આવે છે. ગાંડી ગીરનાં મોટાભાગનાં નદી નાળાઓ છલકાઈ ગયા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગીર માંથી નીકળતી હિરણ,કપિલા અને સરસ્વતી નદી બે કાંઠે વહી રહી છે. તો અનેક ગામડાઓ પાણી પાણી બની ગયા છે.વોકળાઓ છલકાઈ ગયા છે.તો ગીરનાં ઝરણાઓ પણ ખળ ખળ વહી રહ્યાં છે. તો ભાદરવા માં ભરપૂર થતા પ્રાચી તીર્થ ખાતે પિતૃકાર્ય કરવા આવતા યાત્રીઓ પણ ખુશ ખુશાલ થયા છે. પિતૃકાર્ય ની સાથે બે કાંઠે વહેતી સરસ્વતી નદીનો આનંદ ઉઠાવી રહ્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code