મેઘમહેર@ગુજરાત: રાજ્યના તમામ જીલ્લાઓમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનો કહેર વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 196 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે કે, આગામી 30 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. આવતીકાલે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ વરસી શકે છે. જો કે,
 
મેઘમહેર@ગુજરાત: રાજ્યના તમામ જીલ્લાઓમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનો કહેર વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 196 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે કે, આગામી 30 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. આવતીકાલે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ વરસી શકે છે. જો કે, અતિભારે વરસાદને લઈ તંત્ર દ્વારા NDRFની ટીમો એલર્ટ કરી દેવામાં આવી છે.

મેઘમહેર@ગુજરાત: રાજ્યના તમામ જીલ્લાઓમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે, આગામી 3 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 30 જુલાઈ સુધી વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં હજી વરસાદની ઘટ જોવા મળી રહી છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે માછીમારોને હાલમાં દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપી છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને દૂર જતા રહેવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાજ્યના 196 તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વડોદરા, પંચમહાલ, ભાવનગર,સુરત, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, બનાસકાંઠા અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 9 મિમી સુધીનો વરસાદ ખાબક્યો છે. આજે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.