આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

છેલ્લા બે દિવસથી જામનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. જેથી અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. અને, ઠેરઠેર જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે. ત્યારે આ પૂરગ્રસ્ત સ્થિતિનું હવાઇ નિરીક્ષણ નવા મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે. હવાઇ નિરીક્ષણ બાદ વહીવટી તંત્ર સાથે બેઠક પણ મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવશે. નોંધનીય છેકે જામનગર અને રાજકોટમાં આભ ફાટયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અને, આકાશમાંથી ભારે પાણી પડતા કયાંક જમીન દેખાઇ રહી નથી. જયાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઇ રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ તરફ જૂનાગઢ જિલ્લામાં પણ જમીન ત્યાં જળની સ્થિતિ ઉભી થઈ છે. જૂનાગઢ જિલ્લાના તમામ નવેય તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ ચાર કલાકમાં 15 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જૂનાગઢ જિલ્લામાં વરસાદ અને ગિરનાર પર્વત પરના વિસ્તારમાં અતિભારે વરસાદ વરસતા જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. ગિરનાર પર્વત પર અને જૂનાગઢ શહેરમાં પણ 6થી 10 ઇંચ જેવો ભારે વરસાદ વરસી જતાં મહાનગરની મધ્યમાંથી પસાર થતી સોનરખ અને કાળવા નદીમાં પૂર આવ્યાં છે અને નરસી મહેતા સરોવર ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારો-રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં.

File Photo CM Bhupendra Patel

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગિરનારમાં પડેલા ભારે વરસાદને પગલે જૂનાગઢ શહેરની જીવાદોરી સમાન વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થઇ ગયો છે. આ તરફ દામોદર કુંડ સંપૂર્ણ ભરાયો અને નદીની જેમ પાણીના ધસમસતા પાણી વહ્યા છે. જૂનાગઢ જિલ્લો જળબંબાકાર થતા આજે જિલ્લાની શાળાઓમાં રજાઓ રાખી દેવામાં આવી છે. આ તરફ જિલ્લાના જળાશયોમાં પણ પાણીના વિપુલ જથ્થો છોડાયો હોવાથી સલામતીના ભાગરૂપે જિલ્લા કલેકટરે જિલ્લાના ડેમ, નદી, દામોદર કુંડ સહિતના સ્થળોએ લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ છે. તેમાં પણ રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ પાંચ દિવસ પૂરા ગુજરાતમાં વરસશે મૂશળધાર વરસાદ. હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ વરસશે ભારેથી અતિભારે વરસાદ. સૌરાષ્ટ્રમાં આજે ફરી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે ઓડિશા પર સક્રિય થઈ છે વરસાદી સિસ્ટમ. જે મધ્ય પ્રદેશ થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે. જેને લઈ પૂરા ગુજરાતમાં વરસી રહ્યો છે વરસાદ.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code