મેઘમહેર@ઊંઝા: વહેલી સવારથી સતત વરસાદથી ખેડૂતોમાં ખુશી, અંડરબ્રિજ પાણીમાં ગરકાવ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા હવામાન વિભાગની આગાહી મુજબ મહેસાણા જીલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારથી શરૂ થયેલ મેઘમહેરમાં ઊંઝા અને વિસનગરમાં સારો વરસાદ વરસી રહ્યો છે. જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઊંઝાનો અંડરબ્રિજ વરસાદને કારણે પાણીમાં ગરકાવ થયો છે. આ સાથે વિસનગર શહેરમાં પણ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
 
મેઘમહેર@ઊંઝા: વહેલી સવારથી સતત વરસાદથી ખેડૂતોમાં ખુશી, અંડરબ્રિજ પાણીમાં ગરકાવ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

હવામાન વિભાગની આગાહી મુજબ મહેસાણા જીલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારથી શરૂ થયેલ મેઘમહેરમાં ઊંઝા અને વિસનગરમાં સારો વરસાદ વરસી રહ્યો છે. જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઊંઝાનો અંડરબ્રિજ વરસાદને કારણે પાણીમાં ગરકાવ થયો છે. આ સાથે વિસનગર શહેરમાં પણ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જોકે વરસાદને કારણે ખેડૂતોના ચહેરા પર અલગ જ ચમક જોવા મળી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મેઘમહેર@ઊંઝા: વહેલી સવારથી સતત વરસાદથી ખેડૂતોમાં ખુશી, અંડરબ્રિજ પાણીમાં ગરકાવ

મહેસાણા જીલ્લાના ઊંઝામાં વહેલી સવારથી સતત વરસાદ ચાલુ છે. ઊંઝાના હાઇવે પર આવેલ અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઇ રહેતાં વાહન વ્યવહારને અસર થઇ છે. આ સાથે ઊંઝા તાલુકાના ગામડાઓમાં પણ વરસાદ પડ્યો છે. ઊંઝામાં ચાર કલાકમાં સરેરાશ પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસતા બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ સાથે અંડરબ્રિજ ફરી એકવાર પાણીમાં ગરકાવ થયો છે. આ સાથે વિસનગરમાં પણ ભારે વરસાદને પગલે પાલડી ત્રણ રસ્તા, આઈટીઆઈ સહિતના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે.