આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

મેઘરજની ઉંડવા સરહદ પરથી વિદેશી દારૂ ભરી પસાર થતી ઇનોવા કારને ફરજ પર રહેલા પોલીસે અટકાવવા પ્રયત્ન કરતા ઇનોવા કારના ચાલકે ઇનોવા હંકારી મુકી હતી. જેથી પોલીસે ખાનગી વાહન મારફતે પીછો કરવાની સાથે મેઘરજ પોલીસને જાણ કરતા મેઘરજ પીએસઆઈ રાઠોડ અને તેમની ટીમે જલારામ હોસ્પિટલ નજીક નાકાબંધી કરી ઇનોવા કારમાંથી કડીના બુટલેગર સાથે રાજસ્થાનના એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ પૈકી એક છોકરો નાની ઉંમરમાં બુટલેગર બની ગયાનું સામે આવતા ચકચાર મચી ગઇ છે.

swaminarayan

મેઘરજ પીએસઆઈ પી.ડી.રાઠોડે અને તેમની ટીમે મેઘરજના પ્રવેશદ્વારે નાકાબંધી કરી ઉંડવા તરફથી આવતી ઇનોવા કાર ગાડી.નં-GJ-02-AP-5931ને અટકાવી તલાસી લેતા ઇનોવા કારની પાછળ સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-243 કીં.રૂ.1,21,500ના જથ્થા સાથે ઝડપી પાડી ઇનોવા કાર કીં.રૂ.5,00,000 તથા મોબાઈલ નંગ-2 કીં.રૂ.5500/- કુલ.રૂ.5,27,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી બંને બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ બંને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરીની કાર્યવાહી હાથધરી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code