આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,મેઘરજ

અરવલ્લીના મેઘરજ ખાતે સરકારી વિનયન અને વાણિજય કોલેજમાં ગુરૂવારે માતૃભાષા દિનની ઉજવણી કરાઇ હતી. ગુરૂવારે સવારે ૯ વાગે કોલેજના હીન્દી અને ગુજરાતી વિભાગ ઘ્વારા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યકમમાં હિન્દી વિભાગના રતિલાલ મકવાણાએ પ્રાર્થનાથી કાર્યકમની શરૂઆત કરાવી હતી. ત્યાબાદ તેમણે રાષ્ટ્ર ભાષા હિન્દી અને માતૃભાષા ગુજરાતીનું મહત્વ અને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં શા માટે થવું જોઇએ તે વિશે પોતાના વિચારો વ્યકત કર્યા હતા.
ગુજરાતી વિષયના ડો.નિતેશભાઇ ચૌધરીએ ગુજરાતી ભાષાનું સંવર્ધન શા માટે જરૂરી છે તેની વાત કરવાની સાથે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણીના ઇતિહાસ સાથે જોડાયેલ બાંગ્લાદેશના વિધાર્થીઓએ બંગાળી ભાષાને રાષ્ટ્રભાષા તરીકે સ્થાન આપવા માટે ચલાવેલા આંદોલન વિશે વિધાર્થીઓને માહિતગાર કર્યા હતા. કોલેજના જી.એસ. દશરથસિંહ પરમારે માતૃભાષા વિશે પોતાના વિચાર વિધાર્થીઓ સમક્ષ મુકયા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, ગમે તેટલા મોંઘા બ્રાન્ડેડ બેબીફૂડ હોય તો ય માતાના ધાવણનું સ્થાન તે લઇ શકે નહી. એમ માતૃભાષા સિવાયની ભાષા માં નહી પણ માસી જ ગણાય. સંસ્થાના આચાર્યએ સ્વરચિત કાવ્યનું પઠન કરીને માતૃભાષાના મહત્વ વિશે વ્યાખ્યાન આપતા વિધાર્થીઓ મંત્રમુગ્ધ બન્યા હતા. સમગ્ર કાર્યકમમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ અને કર્મચારી મિત્રોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. કાર્યકમનું સંચાલન હિન્દી વિભાગના અધ્યાપક ડો.રવિન્દભાઇ પરમારે કર્યુ હતુ.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code