આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક નિલેશ જાજરીડાએ જીલ્લામાં કડક દારૂબંધીની અમલવારી અંગે સુચના કરતા વિસનગર શહેર પોલીસ અને ઉંઝા પોલીસે ગેરકાયદેસર દારૂ સાથે બે ઇસમની અટકાયત કરી છે.

વિસનગર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.બી.વ્યાસની સૂચનાને આધારે વિસનગર શહેર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાત બાતમીને આધારે વિસનગરના દિપડા દરવાજાના ઢાળમાં રહેતા ઠાકોર અજમલજી નાગરજીના ઘરે રેડ કરતા સ્થળ ચકાસણી દરમ્યાન ગેરકાયદેસરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ 119 તથા બિયર ટીન નંગ 64 મળી કુલ બોટલો 183 કુલ કિંમત રૂપિયા 30,૦50 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી ધરાઇ છે.

college danodarada

દારૂના બીજા કેસમાં ઉંઝા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગ હતો તે દરમ્યાન બાતમીને દાસજ થી ગંગાપુરા તરફ આવતા રોડ ઉપર નાકાબંધી કરી હતી. આ દરમિયાન મનોજપૂરી રામપુરી કૈલાશપુરી બાવા (રહે ઊંઝા – ર સ્વામી વિવેકાનંદનગર સોસાયટી,624,પાટણ રોડ) પોતાના કબજાની રીક્ષામાં ગેરકાયદેસર વગર પાસ પરમીટનો વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ ૧૬૩ તથા બિયર ટીન નંગ 24 જેની કુલ કિંમત 39,500 તથા એક મોબાઇલ કિંમત રૂપિયા ૫૦૦ તથા રીક્ષા રૂપિયા ૫૦,૦૦૦ર મળી કુલ ૯૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તથા રાજુભાઇ ગણપતભાઇ અગ્રવાલ રહે ઊંઝા વાળો નાસી છૂટવામાં સફળ રહ્યો હતો તેથી બંને વિરૂધ્ધ ઊંઝા પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code