મહેસાણાઃ કોરોના સામે લડવા 100 બેડની સાંઈ ક્રિષ્ણા હોસ્પિટલ તૈયાર કરાઇ

અટલ સમાચાર, મહેસાણા કોરોના કહેરને ધ્યાનમાં લઈને ભારત સરકારના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગે એક માર્ગદર્શિકા જાહેર કરી છે જેના અંતર્ગત ગુજરાત મહામારી રોગ કોવિડ-૧૯ રેગ્યુલેશન, ૨૦૨૦ ના ભયંકર રોગ કાયદા,૧૮૯૭ અંતર્ગત કોવિડ-૧૯ ને સંક્રમિત રોગચાળો ફેલાતો રોગ જાહેર કરવામાં આવ્યો છે. અને રોગ અટકાયત અંતર્ગત પુરજોશથી સુરક્ષિત અને સલામતીના પગલાં ગુજરાત સરકાર દ્વારા જાહેર
 
મહેસાણાઃ કોરોના સામે લડવા 100 બેડની સાંઈ ક્રિષ્ણા હોસ્પિટલ તૈયાર કરાઇ

અટલ સમાચાર, મહેસાણા

કોરોના કહેરને ધ્યાનમાં લઈને ભારત સરકારના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગે એક માર્ગદર્શિકા જાહેર કરી છે જેના અંતર્ગત ગુજરાત મહામારી રોગ કોવિડ-૧૯ રેગ્યુલેશન, ૨૦૨૦ ના ભયંકર રોગ કાયદા,૧૮૯૭ અંતર્ગત કોવિડ-૧૯ ને સંક્રમિત રોગચાળો ફેલાતો રોગ જાહેર કરવામાં આવ્યો છે. અને રોગ અટકાયત અંતર્ગત પુરજોશથી સુરક્ષિત અને સલામતીના પગલાં ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના માર્ગદર્શન અંતર્ગત ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા કોવિડ ૧૯ ફેલાવાને અટકાવવા માટે આપેલ માર્ગદર્શનને અવશ્યપણે પાલન કરવાનું નિર્દેશ આપવામાં આવેલ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોના વાઈરસને ભયંકર મહામારી રોગ જાહેર કરવામાં આવ્યો છે ત્યારથી ભારત સરકાર દેશમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર જાળવી રાખવા સતત યોગ્ય પગલાં લેવમાં આવે છે.

ગુજરાત મહામારી રોગ, કોવિડ રેગ્યુલેશન અંતર્ગત વ્યક્તિ કે જેને કોઈ કોવિડ ૧૯ના લક્ષણો જણાય તો તેમને તત્કાળ ધોરણે રાજ્યના હેલ્થ સેન્ટરમાં એડમિટ થવાનુ જણાવવામાં આવેલ છે. રાજ્યની સુખાકારીને ધ્યાનમાં લઈને મહેસાણા જિલ્લામાં સાંઈ ક્રિષ્ણા હોસ્પિટલ, રાધનપુર રોડ, હોસ્પિટલને કોવિડ ૧૯ના એડમિશન, આઈસોલેસન અને સારવાર અંતર્ગત માન્યતા અપાઇ છે.

સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલને મહેસાણા જિલ્લા માટે કોવિડ-૧૯ સમર્પિત હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે. આ હોસ્પિટલની વ્યવસ્થા અને સંચાલન માટે વ્યવસ્થાપન અને સંચાલન સમિતિની રચના કરાઇ છે. જમાં પ્રાન્ત અધિકારી અને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ મહેસાણા, રેસીડેન્ટ મેડીકલ ઓફિસર મહેસાણા ,મદદનીશ વન સંરક્ષક મહેસાણા, મદદનીશ પર્યાવરણ ઇજનેર ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ મહેસાણા અને નાયબ કમિશ્નર જી.એસ.ટી કચેરી મહેસાણાની નિમણુંક કરાઇ છે. આ વ્યવસ્થાપન અને સંચાલન સમિતિને અધ્યક્ષ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સમિતિ કલેકટર મહેસાણાના માર્ગદર્શન હેઠળ રોજબરોજ સંચાલન અને વ્યવસ્થાપન કામગીરી કરવાની રહશે.