આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,મહેસાણા

ગાયત્રી શક્તિપીઠ મહેસાણા દ્વારા ૧૫૧ કુંડી મહાયજ્ઞ શનિવારે યોજાયો હતો. જેમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે આપણે સૌ વસુધૈવ કુટુંબમાં માનનારા છીએ. શાંતિ, એકતા અને સંગઠીતા થકી રાષ્ટ્રનો વિકાસ થઇ રહ્યો છે. સમગ્ર રાષ્ટ્રને પરિવાર માની વિશ્વ કલ્યાણનો આપણો હમેશાં ધ્યેય રહેલો છે. મહેસાણા શહેરના રાધનપુર રોડ પર વિશ્વ કલ્યાણ અર્થે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુજ હરીદ્વાર અને મહેસાણા જિલ્લા ગાયત્રી પરીવાર દ્વારા ૧૫૧ કુંડી શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું. મહા યજ્ઞમાં ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે હિન્દુ સંસ્કૃતિમાં યજ્ઞનું વિેશેષ મહત્વ રહેલું છે. ગાયત્રી પરીવારા દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે આદરેલ મહાયજ્ઞ પ્રેરણારૂપ બન્યો છે. વસુધૈવ કુટુંબની ભાવના સાથે રાષ્ટ્ર પ્રગતિ કરી રહ્યો છે.

૧૫૧ કુંડી શક્તિ સંવર્ધન યજ્ઞમાં નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહી આશિર્વાદ મેળવ્યા હતા. નાયબ મુખ્યમંત્રીનું સ્વાગત-સન્માન ગાયત્રી પરીવાર દ્વારા કરવામાં આવ્યું હતું., ગાયત્રી મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code