મહેસાણાઃ ઉજ્જવલા યોજના અંતર્ગત 49555 વિનામૂલ્યે ગેસ સિલિન્ડર અપાયા

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લામાં ઉજ્જવલા યોજના અંતર્ગત ૪૯૫૫૫ લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા. દરેક ઉજ્જવલા ગ્રાહકોને આગ્રહ કરવામાં આવે છે કે વધુમાં વધુ ડીજીટલ પેમેન્ટ કરવામાં સહયોગ કરશો. જે પેમેન્ટ આપનાં લીંક થયેલ બેંક ખાતામાં પહેલેથી જ ટ્રાન્સફર કરવામાં આવેલ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો પ્રથમ તબક્કામાં ફુડ સિક્યુરીટી
 
મહેસાણાઃ ઉજ્જવલા યોજના અંતર્ગત 49555 વિનામૂલ્યે ગેસ સિલિન્ડર અપાયા

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લામાં ઉજ્જવલા યોજના અંતર્ગત ૪૯૫૫૫ લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા. દરેક ઉજ્જવલા ગ્રાહકોને આગ્રહ કરવામાં આવે છે કે વધુમાં વધુ ડીજીટલ પેમેન્ટ કરવામાં સહયોગ કરશો. જે પેમેન્ટ આપનાં લીંક થયેલ બેંક ખાતામાં પહેલેથી જ ટ્રાન્સફર કરવામાં આવેલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પ્રથમ તબક્કામાં ફુડ સિક્યુરીટી એલાઉન્સ (FSA) અંતર્ગત તા.૧૬/૦૩/૨૦૨૦ થી તા.૨૯/૦૩/૨૦૨૦ સુધી મહેસાણા જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત નોંધાયેલ ધો.૧ થી ૫ ના વિધાર્થીઓ અને ૬ થી ૮ ના વિધાર્થીઓ મળી કુલ રૂ.૧,૧૮,૧૧,૨૧૯ એટલે કે ૯૯.૯૦% ની રકમ દરેક વિધાર્થીના ખાતામાં જમા કરાવવામાં આવેલ છે. તેમજ તેમને ૧૦૦% ઘઉં-ચોખાનો જથ્થો વિતરણ કરવામાં આવેલ છે.

બીજા તબક્કામાં તા.૩૦/૦૩/૨૦૨૦ થી તા.૧૪/૦૪/૨૦૨૦ સુધી મહેસાણા જિલ્લામાં નોંધાયેલ ધો.૧ થી ૫ ના વિધાર્થીઓ અને ૬ થી ૮ ના વિધાર્થીઓ મળી કુલ રૂ.૧,૦૭,૨૦,૪૪૫ એટલે કે ૯૯.૬૬% ની રકમ દરેક વિધાર્થીના ખાતામાં જમા કરાવામાં આવેલ છે. તેમજ તેમને ૯૯.૬૫ % ઘઉં-ચોખાનો જથ્થો વિતરણ કરવામાં આવેલ છે.