મહેસાણાઃ સર્કીટ હાઉસ સામેથી 5 લાખની ગાડી ચોરાઈ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા શહેરના હાઈવે પર આવેલ સર્કીટ હાઉસના સામેથી બોલેરો ગાડીની ચોરી થવા પામી છે. લાખોની ગાડીની પલભરમાં ચોરી થતા માલિક હતપ્રભ બની ગયો છે. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર શહેરના હાઈવે પર આવેલ સરકીટ હાઉસ સામેના આનંદ ગેસ્ટ હાઉસના આગળના પાર્કીગમાં રામદેવ જવારામ જાટ રહે.ઈન્દાવડ, જિ.નાગોરે પોતાની બોલેરો ગાડી પાર્ક કરી
 
મહેસાણાઃ સર્કીટ હાઉસ સામેથી 5 લાખની ગાડી ચોરાઈ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા શહેરના હાઈવે પર આવેલ સર્કીટ હાઉસના સામેથી બોલેરો ગાડીની ચોરી થવા પામી છે. લાખોની ગાડીની પલભરમાં ચોરી થતા માલિક હતપ્રભ બની ગયો છે.

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર શહેરના હાઈવે પર આવેલ સરકીટ હાઉસ સામેના આનંદ ગેસ્ટ હાઉસના આગળના પાર્કીગમાં રામદેવ જવારામ જાટ રહે.ઈન્દાવડ, જિ.નાગોરે પોતાની બોલેરો ગાડી પાર્ક કરી હતી. અજાણ્યા ચોર દ્વારા કિ.રૂ.5 લાખ તથા તેમાં મુકેલ વેલ્ડર જનરેટર કિ.રૂ.25000/- એમ કૂલ કિ.રૂ.5,25,000/- મળી કૂલ કિ.રૂ. 5,25,000/- ની ચોરી થવા પામી છે.

રાત્રીના અંધકારનો લાભ લઈ કોઇ ચોર ઇસમે પાર્કીગમાંથી ગાડીની ચોરી કરી લઈ જતાં ગાડી માલિકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.