આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, બેચરાજી (ભૂરાજી ઠાકોર)

નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા દેશભરમાં યુધ્ધના ધોરણે વિરાટ પ્રયાસો ચાલી રહ્યા છે. કોરોના સંક્રમણને અટકાવવા પ્રસિધ્ધ યાત્રાધામ  બેચરાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા  રૂ ૫૧ લાખનો ચેક મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં જિલ્લા કલેકટર વ બેચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટના ચેરમેન એચ.કે.પટેલ દ્વારા અર્પણ કરાયો હતો.

શ્રી બેચરાજી માતાજી ટેમ્પલ  ટ્રસ્ટ દ્વારા વિવિધ સમાજ સેવા અને આપત્તિના સમયે પણ લોકોને મદદરૂપ થવા સરાહનીય પ્રયાસો કરવામાં આવે છે. કલેકટરે  એચ.કે.પટેલ જણાવ્યું કે, બેચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા રૂ. ૫૧ લાખનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરીને ટ્રસ્ટની સમાજ સેવા કરવાની પરંપરાને જાળવી રાખી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code