ઘટસ્ફોટ@મહેસાણા: ટ્રકમાંથી 54 પશુ મરણ મળ્યા, નાની વયની 18 ગાયોની હત્યાથી હાહાકાર

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (મનોજ ગોહિલ) મહેસાણા પોલીસને અચાનક તપાસમાં મોટો ગુનો મળી આવ્યો છે. હાઇવે નજીકથી પસાર થતાં દરમ્યાન ચાલક વગરની શંકાસ્પદ ટ્રકમાં તપાસ કરતાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ટ્રકમાં બે ભાગ પાડી ગીચોગીચ હાલતમાં પશુઓ મળી આવ્યા હતા. જેમાં કુલ 54 પશુઓ મૃત હાલતમાં જોઈ ચોંકાવનારી સ્થિતિ બની હતી. આખલા, ગાય અને
 
ઘટસ્ફોટ@મહેસાણા: ટ્રકમાંથી 54 પશુ મરણ મળ્યા, નાની વયની 18 ગાયોની હત્યાથી હાહાકાર

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (મનોજ ગોહિલ)

મહેસાણા પોલીસને અચાનક તપાસમાં મોટો ગુનો મળી આવ્યો છે. હાઇવે નજીકથી પસાર થતાં દરમ્યાન ચાલક વગરની શંકાસ્પદ ટ્રકમાં તપાસ કરતાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ટ્રકમાં બે ભાગ પાડી ગીચોગીચ હાલતમાં પશુઓ મળી આવ્યા હતા. જેમાં કુલ 54 પશુઓ મૃત હાલતમાં જોઈ ચોંકાવનારી સ્થિતિ બની હતી. આખલા, ગાય અને વાછરડીને નાની વયે મોતને ઘાટ ઉતારી દેતાં હાહાકાર મચી ગયો છે. પ્રાથમિક તપાસ અને પંચનામા બાદ મહેસાણા તાલુકા પોલીસે ગુનો દાખલ કરી આરોપી શોધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટસ્ફોટ@મહેસાણા: ટ્રકમાંથી 54 પશુ મરણ મળ્યા, નાની વયની 18 ગાયોની હત્યાથી હાહાકાર

મહેસાણા તાલુકા પોલીસે ગઈકાલે સવારે રૂટિન પેટ્રોલીંગમાં પશુ અત્યાચારનો મોટો ગુનો પકડી પાડ્યો છે. નુગર સર્કલથી આગળ એક ખાનગી પ્રેટ્રોલપંપ પાસે ચાલક વગરની એક ટ્રક જોવા મળી હતી. શંકાસ્પદ હાલતમાં જોઇ મહેસાણા તાલુકા પોલીસની ટીમે ટ્રકમાં તપાસ કરી હતી. ટ્રકના પાછળના ભાગનો દરવાજો ખોલી જે દ્રશ્યો જોવા મળ્યું તે અત્યંત ચોંકાવનારા હતા.

ઘટસ્ફોટ@મહેસાણા: ટ્રકમાંથી 54 પશુ મરણ મળ્યા, નાની વયની 18 ગાયોની હત્યાથી હાહાકાર

એકસાથે 61 પશુઓ ગીચોગીચ હાલતમાં જોઈ પ્રાણી અત્યાચારનો કેસ હોવાનું પકડાયું હતુ. ટ્રકમાં ગાય, વાછરડી અને આખલા સહિતના 61 મળી આવ્યા પરંતુ કુલ 54 મરણ ગયેલા હોઇ તપાસ તેજ કરી હતી. નાની વયના પશુઓને મોટી સંખ્યામાં મોતને ઘાટ ઉતારી દેવાયો હોઇ હાહાકાર સમાન બન્યું હતું. માત્ર 7 પશુઓ જીવિત મળ્યા બાદ પોલીસે પાંજરાપોળ ખસેડી અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

ઘટસ્ફોટ@મહેસાણા: ટ્રકમાંથી 54 પશુ મરણ મળ્યા, નાની વયની 18 ગાયોની હત્યાથી હાહાકાર

સૂત્રોએ જણાવ્યું હતું કે, માત્ર 2થી 4 વર્ષની વયના પશુઓને મરણ હાલતમાં કોણ અને ક્યાં લઈ જતા હતા? તે તપાસનો વિષય બન્યો છે. આ સાથે ખૂબ મોટી સંખ્યામાં પશુઓનું મોત નિપજાવ્યુ કે ગળે દોરડું બાંધ્યું હોઇ મોત થવાની સ્થિતિ ઉભી કરી તે તપાસ બાદ સામે આવી શકે છે. મહેસાણા તાલુકા પોલીસે ટ્રક નંબર આધારે આઇપીસી, પ્રાણીઓની સાચવણી અંગેનો અધિનિયમ, પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનિયમ અને કેન્દ્રિય મોટર વ્હીકલ એમેન્ડમેન્ટ અધિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.