મહેસાણાઃ વોટરપાર્કમાં ગયેલા ગ્રાહકને મજાને બદલે મળી સજા, ગુંડારાજના આક્ષેપ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણામાં આવેલા વોટરપાર્કમાં ગ્રાહકને મજાને બદલે ઢોર સજા મળી હોવાનો વિડીયો સામે આવ્યો છે. ન્હાવાની જગ્યામાં પ્રવેશ દરમિયાન ભૂલ કરતા બાઉન્સરોએ શાબ્દિક પ્રહાર બાદ ધીબી નાખ્યો હતો. હાથેપગે ઈજાઓ પહોંચતા અમદાવાદના ગ્રાહકને તાત્કાલિક સારવાર અર્થે દાખલ થવાની ફરજ પડી હતી. મહેસાણાથી ઊંઝા જતા વચ્ચે આવતા બ્લીસ વોટરપાર્ક સામે ગંભીર આક્ષેપો કરતો વિડીયો
 
મહેસાણાઃ વોટરપાર્કમાં ગયેલા ગ્રાહકને મજાને બદલે મળી સજા, ગુંડારાજના આક્ષેપ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણામાં આવેલા વોટરપાર્કમાં ગ્રાહકને મજાને બદલે ઢોર સજા મળી હોવાનો વિડીયો સામે આવ્યો છે. ન્હાવાની જગ્યામાં પ્રવેશ દરમિયાન ભૂલ કરતા બાઉન્સરોએ શાબ્દિક પ્રહાર બાદ ધીબી નાખ્યો હતો. હાથેપગે ઈજાઓ પહોંચતા અમદાવાદના ગ્રાહકને તાત્કાલિક સારવાર અર્થે દાખલ થવાની ફરજ પડી હતી.

મહેસાણાઃ વોટરપાર્કમાં ગયેલા ગ્રાહકને મજાને બદલે મળી સજા, ગુંડારાજના આક્ષેપ

મહેસાણાથી ઊંઝા જતા વચ્ચે આવતા બ્લીસ વોટરપાર્ક સામે ગંભીર આક્ષેપો કરતો વિડીયો વાયરલ થયો છે. અમદાવાદનો ગ્રાહક નવીન વોટરપાર્કની મજા લેવાની ચાહતમાં દોડી આવ્યો હતો. આ દરમિયાન ન્હાવાના ટબમાં ભૂલથી અન્ય માર્ગથી પ્રવેશ કરતા બાઉન્સરોએ પોતાને પ્રતાપીડ કર્યાનું જણાવી રહ્યો છે.

Video:

ગ્રાહકે નાનકડી ભૂલમાં ઢોર માર માર્યાનો આક્ષેપ કરતા બ્લીસ વોટરપાર્કના સંચાલકો સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પોતાને હાથેપગે ગંભીર રીતે ઘાયલ કરતા ઘરે જવાને બદલે સીધા હોસ્પિટલમાં સારવાર લેવા જવાની નોબત આવી હોવાનું કહ્યું છે.

એક તરફ ગ્રાહકને ન્યાય તો બીજી તરફ પ્રતિષ્ઠા સામે સવાલો

મહેસાણાના ઊંઝા હાઈવે પર આવેલા બ્લીસ વોટરપાર્કમાં બનેલી કથિત ઘટનાની સત્યતા સામે સવાલો અને ઢોર માર મારવાના આક્ષેપો વચ્ચે મામલો ગંભીર બન્યો છે. જો ગ્રાહક સાથેની ઘટના સાચી જ હોય તો ફરિયાદ કેમ ન કરી? જો ઘટના સાચી હોય તો ગ્રાહકો સાથે આવુ બેહુદુ વર્તન જોઈ સંભવિત ગ્રાહકો અનેક મનોમંથન બાદ નિર્ણય લેવા મજબૂર બને તેમ છે.