આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણાના કડી નજીક આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રે બનેલી આ ઘટનામાં હજુ સુધી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરાઇ રહ્યાં છે. કડી પાસે આવેલી શાકો ફ્લેક્સ નામની કંપનીમાં અચાનક જ આગ ભભૂકી ઊઠી હતી. જેના પગલે ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી. ફાયર બ્રિગેડ દ્વારા ગઇકાલ રાતથી જ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરાઇ રહ્યાં છે.

આ ઘટનાને પગલે કડી, કલોલ અને મહેસાણાની ફાયર બ્રિગેડની ટીમો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. સાથે જ કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code