મહેસાણાઃ હાટકેશ્વર જ્યંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ

અટલ સમાચાર, મહેસાણા 18 એપ્રિલના રોજ મહેસાણા ખાતે પોલીસ હેડક્વોટર્સ પાસે આવેલા હાટકેશ્વરદાદાની વાડીએથી વિસનગરા-નાગર પરિવારના નાગર બ્રાહ્મણોના સાથ સહકારથી હાટકેશ્વર ભગવાનની શોભાયાત્રા નીકળી હતી. જેમાં અનેક ભક્તો દર્શનનો લાભ લેવા જોડાયા હતા. પાંચ લુટકો જનોઈ દિક્ષા ગ્રહણ કરીને હાટકેશ્વરદાદાની શોભાયાત્રામાં જોડાયા હતા. સાંજે તેજસ્વી તારલાઓનું સન્માન કરી સમાજના અગ્રણીઓનું બહુમાન કર્યું હતું. વિદ્યાર્થીઓને નોટબુકનું
 
મહેસાણાઃ હાટકેશ્વર જ્યંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ

અટલ સમાચાર, મહેસાણા

18 એપ્રિલના રોજ મહેસાણા ખાતે પોલીસ હેડક્વોટર્સ પાસે આવેલા હાટકેશ્વરદાદાની વાડીએથી વિસનગરા-નાગર પરિવારના નાગર બ્રાહ્મણોના સાથ સહકારથી હાટકેશ્વર ભગવાનની શોભાયાત્રા નીકળી હતી. જેમાં અનેક ભક્તો દર્શનનો લાભ લેવા જોડાયા હતા. પાંચ લુટકો જનોઈ દિક્ષા ગ્રહણ કરીને હાટકેશ્વરદાદાની શોભાયાત્રામાં જોડાયા હતા. સાંજે તેજસ્વી તારલાઓનું સન્માન કરી સમાજના અગ્રણીઓનું બહુમાન કર્યું હતું. વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ પણ કરેલ હતું. સમાજના પ્રમુખ અને સેવકોએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમ હાટકેશ્વરદાદાના આર્શીવાદથી સંપન્ન થયેલ હતો.