આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણાના બલોલ ગામે રવિવારે રાત્રે બે અલગ અલગ સમાજના જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. કેટલાક લોકો દ્વારા બીજી સમાજની છોકરીની છેડતી કરતા આ મામલો ઉગ્ર બન્યો હતો. આ બનાવને પગલે બલોલ ગામે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખટકી દેવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે છેડતી કરનાર યુવકની ધરપકડ કરી છે.પોલીસે આ મામલે છેડતી કરનાર જેશુજી સેટાજી, ચેતનજી કનુજી ઠાકોર અને કાનાજી ગભીરજી ઠાકોર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે મુખ્ય વ્યક્તિની અટકાયત કરી છે, જ્યારે આ બનાવમાં 2 વ્યક્તિ ફરાર છે. હાલ ગામમાં શાંતિનો માહોલ છે.

વિવારે રાત્રે બે સમુદાયના લોકો લોકો સામસામે આવી ગયા હતા. ગામની છોકરીને છેડતી બાદ બે સમાજના લોકો વચ્ચે થયેલી અથડામણ બાદ સાંથલ પોલીસ ગામમાં દોડી આવી હતી. પોલીસ ગામ ખાતે પહોંચીને બંને કોમના ટોળાઓને વિખેર્યાં હતા. આ મામલે યુવતીના પરિવારના લોકોએ સાંથલ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ કરી હતી. રવિવારે મોડી રાત્રે થયેલી અથડામણ બાદ રાત્રે ગામનો માહોલ ન બગડે તે માટે મહેસાણા પોલીસ સ્ટેશનનો કાફલો ગામમાં ખડકી દેવામાં આવ્યો હતો. સોમવારે સવારે ગામમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code