મહેસાણાઃ રિક્ષા ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે છરી મારી
અટલ સમાચાર, મહેસાણા મહેસાણાના રાધનપુર રોડ પર ગાડીના ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. જેને લઈ ઉશ્કેરાયેલા આરોપીએ છરી મારી હતી. આ અંગેનો ગુનો પોલીસે નોંધ્યો છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી આધારે મહેસાણાના રાધનપુર રોડ પર ગાડી ચાલક પસાર થઈ રહ્યો હતો. જેની પાછળ આવી રહેલ એક રિક્ષાના ચાલકે ઓવરટેક કરવા જેવી
Feb 16, 2019, 13:43 IST

અટલ સમાચાર, મહેસાણા
મહેસાણાના રાધનપુર રોડ પર ગાડીના ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. જેને લઈ ઉશ્કેરાયેલા આરોપીએ છરી મારી હતી. આ અંગેનો ગુનો પોલીસે નોંધ્યો છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી આધારે મહેસાણાના રાધનપુર રોડ પર ગાડી ચાલક પસાર થઈ રહ્યો હતો. જેની પાછળ આવી રહેલ એક રિક્ષાના ચાલકે ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે રાઠોડ સતીષજી ભીખાજી, રાઠોડ મહેન્દ્ર ભીખાજી બન્ને રહે.મોહનપુરાવાળા ઉશ્કેરાઈ ગયા હતા. અને રિક્ષા ચાલક ઠાકોર આનંદજી અર્જુનજીને બરડા અને થાપા પર છરી મારી હતી. જેથી ઠાકોર આનંદજીએ મહેસાણા બીડીવીઝનમાં ફરિયાદ આપતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.