મહેસાણાઃયુવતિને ગંદો ઈશારો કરી આબરુ લેવાની કોશીષ, બે સામે ગુનો નોંધાયો

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા શહેરમાં બેન-દિકરી સલામત ન હોવાનું ચિત્ર ખડુ થઈ રહ્યું છે. પોલીસ કડક કામગીરી કરી રહી હોવાની બડાશો ફુંકી રહી છે. પણ સરાજાહેર છેડતીના બનાવો બની રહ્યા હોવાથી પોલીસ સામે અનેક સવાલો ખડા થયા છે. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહેસાણાના કસ્બા દેવિપૂજક વાસ પાસે એક મહિલા ચાલતી જઈ રહી હતી.
 
મહેસાણાઃયુવતિને ગંદો ઈશારો કરી આબરુ લેવાની કોશીષ, બે સામે ગુનો નોંધાયો

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા શહેરમાં બેન-દિકરી સલામત ન હોવાનું ચિત્ર ખડુ થઈ રહ્યું છે. પોલીસ કડક કામગીરી કરી રહી હોવાની બડાશો ફુંકી રહી છે. પણ સરાજાહેર છેડતીના બનાવો બની રહ્યા હોવાથી પોલીસ સામે અનેક સવાલો ખડા થયા છે.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહેસાણાના કસ્બા દેવિપૂજક વાસ પાસે એક મહિલા ચાલતી જઈ રહી હતી. આ દરમિયાન આરોપી સિન્ધી અસ્લમ સુલેમાનખાન રિક્ષા લઈ યુવતિના પાછળથી આવી આબરુ લેવાની કોશિશ કરી હતી. અને તેણે ઈશારો કરી બળજબરી પૂર્વક યુવતિનો હાથ પકડી રિક્ષામાં બેસાડવાની નિષ્ફળ કોશિષ કરી હતી. જેથી ભોગ બનનાર યુવતિ આરોપીનો ખરાબ ઈરાદો સમજી રિક્ષામાં બેસવાની ના પાડી દીધી હતી. તો આરોપી ગુસ્સે ભરાઈ રિક્ષામાં પડેલ ધોકો લાવી યુવતિના માથામાં માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બીજી તરફ અસ્લમનો સાથીદાર રહીસ અસ્લમ સુલેમાનખાન પણ સાથે હતો. જેણે ઉપરાણું લઈ યુવતિ સાથે ઝપાઝપી કરી હોવાની પોલીસ ફરિયાદ મહેસાણા એ ડીવીઝનમાં નોંધાવા પામી હતી. જેથી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

મહેસાણા શહેરમાં જાહેરમાં બનેલી આ ઘટનાને લઈ શહેરવાસીઓમાં ચર્ચાઈ રહ્યું છે કે, જિલ્લા પોલીસ આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરે. જેથી યુવતિઓની સલામતી જળવાઈ રહે.