મહેસાણાઃ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઇ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબેશન એક્ટની વિસ્તૃત સમજ આપી સંબધિત અધિકારીઓને કાયદા અંતર્ગત થતી કાર્યવાહી અંગેની ચર્ચા જિલ્લા કલેકટર એચ.કે.પટેલ દ્વારા કરાઇ હતી. બેઠકમાં જિલ્લામાં વિવિધ ઇમારતોના બી.યુ પરમીશન,ફાયર એન.ઓ.સી સહિત વિવિધ બાબતોએ સંબધિત અધિકારીઓએ સર્વે કરી ચકાસણી કરવા બાબતે
 
મહેસાણાઃ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઇ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબેશન એક્ટની વિસ્તૃત સમજ આપી સંબધિત અધિકારીઓને કાયદા અંતર્ગત થતી કાર્યવાહી અંગેની ચર્ચા જિલ્લા કલેકટર એચ.કે.પટેલ દ્વારા કરાઇ હતી. બેઠકમાં જિલ્લામાં વિવિધ ઇમારતોના બી.યુ પરમીશન,ફાયર એન.ઓ.સી સહિત વિવિધ બાબતોએ સંબધિત અધિકારીઓએ સર્વે કરી ચકાસણી કરવા બાબતે પણ ચર્ચા કરાઇ હતી. બેઠકમાં ઇઝ ડુંઇંગ બિઝનેસ અંતર્ગત આવેલ અરજીઓને સમય મર્યાદામાં નિકાલ કરવા બાબતે પણ ચર્ચા કરાઇ હતી.

બેઠકમાં બાળ મજુરી કાયદા સંદર્ભે થઇ રહેલ કામગીરી સહિત કરવા પાત્ર થતી કામગીરીની ચર્ચા કરાઇ હતી. આ ઉપરાંત બેઠકમાં કાયદો અને વ્યવસ્થા સંદર્ભે પણ ચર્ચા કરાઇ હતી. કોવિડ-૧૯ વેક્સીન સંદર્ભે પ્રથમ તબક્કામાં આરોગ્ય સરકારી અને ખાનગી કર્મીઓ,બીજા તબક્કામાં ફ્રન્ટલાઇન વર્કરો,ત્રીજા તબક્કામં ૫૦ વર્ષથી ઉપરની વય ધરાવતા અને ચોથા તબક્કામાં ૫૦ વર્ષથી નીચેની વય ધરાવતા પરંતુ હયાત રોગથી પીડાતા દર્દીઓને વેક્સીન આપવાની છે. આ બાબતે ડેટા એન્ટ્રી કરાઇ રહી છે તેમ અધિક આરોગ્ય અધિકારીએ બેઠકમાં જણાવ્યું હતું. આ ઉપરાંત વેક્સીન સંદર્ભે તૈયારી બાબતની વિસ્તૃત માહિતી પણ આપી હતી

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બેઠકમાં જિલ્લા પશુપાલન અધિકારીએ નેશનલ એનીમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત પશુઓને બારકોડ ટેકની થઇ રહેલ કામગીરીથી વાકેફ કર્યા હતા. આ ઉપરાંત દરેક પશુપાલકને બારકોડ ટેક કાર્યક્રમમાં સહયોગ આપવા અનુંરોધ પણ કર્યો હતો. સંકલન બેઠકમાં ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, જમીન માપણી, વિચરતી વિમુક્ત જાતિના પ્લોટ સંદર્ભે ડીજીટલ સેવા સેતુ, વી.એલ.ઇની કામગીરી, જનસેવા કેન્દ્રો, સહિત વિવિધ યોજનાકીય કામગીરી સંદર્ભે ચર્ચા અને સમીક્ષા કરાઇ હતી.

બેઠકમાં સંસદ સભ્યશ્રી તેમજ ધારાસભ્ય સર્વેઓના પ્રશ્નોનું હકારત્મકન નિવારણ કરવામાં આવ્યું હતું. બેઠકમાં સંસદ સભ્ય શારદાબેન પટેલ, ધારાસભ્ય ઋષિકેશ પટેલ, ભરતસિંહ ઠાકોર, ડો.આશાબેન પટેલ, કરશનભાઇ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, જિલ્લા પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ સહિત જિલ્લાના સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા