મહેસાણાઃ પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લાના રૂ.945.70 લાખના 724 કામો મંજુર થયા હતા. આયોજન મંડળની બેઠકમાં 15 ટકા વિવેકાધીન (સામાન્ય) 655.75 લાખના ખર્ચે 587 કામો,15 ટકા વિવેકાધીન (ખાસ અંગીભુત) 84.62 લાખના ખર્ચે 82 કામો સહિત જિલ્લા કક્ષા, 05 ટકા પ્રોત્સાહક જોગવાઇ, વિવેકાધીન
 
મહેસાણાઃ પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લાના રૂ.945.70 લાખના 724 કામો મંજુર થયા હતા. આયોજન મંડળની બેઠકમાં 15 ટકા વિવેકાધીન (સામાન્ય) 655.75 લાખના ખર્ચે 587 કામો,15 ટકા વિવેકાધીન (ખાસ અંગીભુત) 84.62 લાખના ખર્ચે 82 કામો સહિત જિલ્લા કક્ષા, 05 ટકા પ્રોત્સાહક જોગવાઇ, વિવેકાધીન નગરપાલિકા, ખાસ પછાત વિસ્તાર, ખાસ નગરપાલિકા, ખાસ પ્લાન સહિતના કામો મંજુર કરવામાં આવ્યા છે.બેઠકમાં પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, આયોજન મંડળમાં મંજુર થયેલા કામોને તાત્કાલીક ધોરણે શરૂ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત સુઝલામ-સુફલામ જળ અભિયાન સહિતની વિવિધ કામોની સમીક્ષા કરી હતી.

મંત્રીએ તાલુકામાં 05 ગામોમાં 100 ટકા પુ્ર્ણ કરી મોડેલ ગામ કરીએ તે દિશામાં કામ કરવા અપીલ કરી હતી. પ્રભારી મંત્રી- કલેકટરશ્રીના હસ્તે વિકાસ વાટીકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા દંડક ભરતસિંહ ડાભી, ધારાસભ્ય સર્વેશ્રી ઋષિકેશ પટેલ, ભરતસિંહ ઠાકોર, કરશનભાઇ સોંલંકી કલેકટર એચ.કે.પટેલ, જિલ્લા આયોજન અધિકારી જે.કે. ચાવડા, આયોજન વિભાગના અધિકારીઓ, પ્રાન્ત અધિકારી પી.બી. રાઠોડ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.