મહેસાણાઃ સેવા સદને તૈયાર કરેલ સેનેટાઈઝ ટનલ બની અન્ય માટે રોલ મોડલ

અટલ સમાચાર, મહેસાણા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કોરોના વાયરસને અતિગંભીર રોગ જાહેર કરાયો છે ત્યાં જ દેશમાં પણ કોરોના કહેરને રોકવા ભારત સરકાર દ્વારા ૦૩ મે સુધીનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. દેશની પ્રબુદ્ધ જનતા સરકારના આ પગલાને જાણે અપૂર્વ પ્રતિસાદ આપતી હોય તેમ આ રોગની ગંભીરતાને ધ્યાને લઇ જરૂરીયાત સિવાય ઘરની બહાર નીકળવું ટાળે
 
મહેસાણાઃ સેવા સદને તૈયાર કરેલ સેનેટાઈઝ ટનલ બની અન્ય માટે રોલ મોડલ

અટલ સમાચાર, મહેસાણા

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કોરોના વાયરસને અતિગંભીર રોગ જાહેર કરાયો છે ત્યાં જ દેશમાં પણ કોરોના કહેરને રોકવા ભારત સરકાર દ્વારા ૦૩ મે સુધીનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. દેશની પ્રબુદ્ધ જનતા સરકારના આ પગલાને જાણે અપૂર્વ પ્રતિસાદ આપતી હોય તેમ આ રોગની ગંભીરતાને ધ્યાને લઇ જરૂરીયાત સિવાય ઘરની બહાર નીકળવું ટાળે છે. વિશ્વની પરિસ્થિતિને ધ્યાને લઈ ભારત સરકાર તેમજ રાજ્ય અને કેન્દ્રશાશિત પ્રદેશોની સરકાર દ્વારા આ રોગના ફેલાવા અટકાવવા અનેકવિધ પગલા લેવામાં આવે છે ત્યાં ગુજરાત રાજ્યનું મહેસાણા તેના લીધેલ સવિશેષ પગલાથી આજકાલ ઘણું ચર્ચિત બન્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા નગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણને રોકવા ટેકનોલોજીના સદુપયોગથી નગરપાલિકાના પ્રબુદ્ધ-સુશિક્ષિત અને તકનીકી વિદ્યામાં માહિર એવા એન્જીનીયર, ફાયર ઇન્સ્પેકટર અને વોટર વર્કસ સ્ટાફ દ્વારા પોતે ગ્રહણ કરેલી તકનીકી વિદ્યાનો ઉપયોગ સારું કોરોના સંક્રમણને નાથવાને પગલે એક સેનેટાઈઝેશન ટનલ માત્ર બે કલાકના નાનકડા સમયમાં તૈયાર કરવામાં આવી. આ ટનલ સુવાહ્ય એટલે કે પોર્ટેબલ છે જેથી તેનું સ્થાન કોઈ પણ સ્થળે જરૂરીયાત મુજબ સુનિશ્ચિત કરી શકાય છે.પી.બી.સી.ની ફ્રેમીંગ સેનેટાઈઝ સ્પ્રે કરવામાં મદદરૂપ બને છે.

સમગ્ર મહેસાણાના સેનેટાઈઝેશન અર્થે અલગ-અલગ ઝોનમાં ફરજ નિભાવી રહેલા અંદાજે ૭૦ થી ૮૦ ડ્રાઈવરો સહીત ૨૦૦ જેટલા સફાઈ કામદારો જ્યારે પરત ઓફિસે પહોંચે છે ત્યારે આ સ્વચલિત સેનેટાઈઝેશન ટનલ દ્વારા આ ફરજ બજાવી રહેલા કર્મીઓનું સેનેટાઈઝેશન સ્વયંભુ ટનલ દ્વારા થઈ જાય છે જેથી કોરોના વાઇરસનો પ્રસાર થતો અટકે છે. ટેકનોલોજી અને માનવ મનના આ સમન્વય સાથે ગ્રહિત વિદ્યાનું સમન્વય એટલે આ સેનેટાઈઝ ટનલ આજે અન્ય માટે રોલ મોડેલ સાબિત થઈ છે.