આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લાના નંદાસણ ખાતેના ભીખાભાઇ મકવાણાના નેતૃત્વ હેઠળ અને સમાજ શ્રેષ્ઠીઓના સાનિધ્ય વચ્ચે સમસ્ત પરગણા વણકર સમાજ મહેસાણાનું જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું હતું. ગઇકાલે 1 ડિસેમ્બર 2019 ને રવિવારના રોજ યોજાયેલ સમારંભના પ્રમુખ વીણાબેન હીતકર તથા નિવૃત પી.એસ.આઇ. રમાકાન્ત પરમાર, નિવૃત કાર્યપાલક ઇજનેર, નરેન્દ્રભાઇ વાણીયા, નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઇ સોલંકી તથા પરેશ મકવાણા બીપીન સોલંકી અને જીજ્ઞેશ બી.કાપડીયા સહીત મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં 280 જેટલા જીવનસાથી પસંદગી મેળામાં યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. જેમાં વાલીઓ સહિત 700થી વધુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભમાં સમાજ શ્રેષ્ઠીઓ અને સંસ્થાના પ્રમુખનું સાલ ઓઢાડી અને ડો.બાબાસાહેબ આંબોડકરનું સ્મૃતિ ચિહ્ન આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

તેમજ યોગ્ય જીવનસાથી પસંદગી ઇચ્છતા યુવક યુવતીઓની બાયોડેટા બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અંગે સંસ્થાના પ્રમુખ ભીખાભાઇ મકવાણાએ સમસ્ત પરગણા વણકર સમજના યોગ્ય જીવનસાથી મેળવવામ સુવિધા મળે તે વિષે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે પાંચોટના સ્વ.રેવાભાઇ સદાભાઇ મકવાણા સમસ્ત પરિવાર તરફથી ભોજનનો સહયોગ આપવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code