gharfod chori
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમથી ગુનાહિત માનસિકતા ધરાવનારાઓમાં ગભરાટ

મહેસાણા એલસીબી પોલીસે સોમવારે 4 ઘરફોડ ચોરી સહિત વાહન ચોરીમાં સંકળાયેલ બે આરોપીઓને 84 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જેલ હવાલે કર્યા છે. મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગુનાહિત માનસિકતા ધરાવનારાઓને ભૂગર્ભમાંથી પણ શોધી લઈ કાયદાનો પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું હોય તેમ એકબાદ એક સફળતા પ્રાપ્ત કરી રહી છે. જેને લઈ ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. એલસીબીની ગુનેગારો સામે ઝડપી કાર્યવાહીથી જિલ્લા પોલીસવડા પણ ગર્વ અનુભવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર લોકસભા ચુંટણી અંતર્ગત ગુનેગારોને શોધી લેવા ગાંધીનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડાની રાહબરી હેઠળ માર્ગદર્શન પુરુ પડાયું હતું. જેના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયા નાઓએ મહેસાણા જીલ્લામાં બનતા મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા સારૂ સૂચન કરાયું હતું. જે અનુસંધાને પોલીસ ટીમના ઇન્સ્પેકટર, એલ.સી.બી., મહેસાણા તથા પીએસઆઈ આર.જી.ચૌધરી તથા ASI હીરાજી, HC રાજેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ,નિલેશકુમાર, મહેન્દ્રકુમાર, રશ્મેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ, કોન્સ્ટેબલ વિશ્વનાથસિંહ વિગેરે સ્ટાફના માણસો કડી ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા.

આ દરમિયાન કડી, કસ્બા નજીક એએસઆઈ હીરાજી, હેડકોન્સ્ટેબલ નરેન્દ્રસિંહને કાળા કલરનું એકટીવા તથા ચોરી કરેલ મોબાઇલ ફોન લઇ કડીથી નંદાસણ તરફ ગુનેગાર જઈ રહ્યો હોવાની મજબૂત બાતમી મળી હતી. જેથી ત્વરીત ટીમના માણસોએ કુડાળ ત્રણ રસ્તા પાસેથી યાસીન ઉર્ફે ટાઇગર કાલેખાન બાજીતખાન પઠાણ ઉ.વ.૨૬ ધંધો મજુરી રહે.કડી કસ્બા અઘારવાડો ઇમામકુઇ પાસે તા. કડીને દબોચી લીધો હતો. જેની પાસેથી મોબાઇલ ફોન કિ.રૂ.17,000/-, નંબર વિનાનું એકટીવા કબજામાં લીધા હતા. જેની વધુ પુછતાછ કરતાં શેખ શાહરૂખખાન ઉર્ફે કાલુ સીકંદરભાઇ ઉસ્માનભાઇ રહે.કડી, જુની કોર્ટ પાસે, ઇન્દીરાનગર તા.કડી જી.મહેસાણા વાળાએ ભેગા મળી કડી ટાઉનમાં અલગ અલગ વિસ્તારમાંથી ઘરફોડ તથા વાહન ચોરી કર્યાની ચોંકાવનારી કબુલાત કરી હતી.

આથી ઘરફોડ ચોરીમાં સંકળાયેલ બન્ને આરોપીઓ પાસેથી કુલ રૂ.84,400/- નો મુદ્દામાલ કબજે લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કેટલી જગ્યા પર ઘરફોડ ચોરીને અંજામ આપ્યો

(1) કડી ટાઉન મોટી વ્હોરવાડ વગદામાં અબ્દુલ મતીન મહંમદ ઉંમર લાલશાવાળાના મકાનમાંથી આજથી ચાર મહીના પહેલાં ઘરવખરીના સર-સામાનની ચોરી.

(2) કડી ટાઉન, કસ્બા,અધારવાડામાંથી પાંચ-છ દીવસ પહેલાં એકટીવાની ચોરી.

(3) કડી, કસ્બા, મહેસાણા ડીસ્ટ્રીકટ બેંક પાસેથી એજાજી મહંમદ ઐયુબ ઉસ્માનભાઇના મકાનમાંથી ફ્રીજ ગેસનો બાટલો તથા ઘરવખરી સામાનની ચોરી

(4) કડી, મોટી વ્હોરવાડ અકદસ સ્કુલની પાસે ગુલામહુશેન અબ્દુલ રસુલ વોરાના મકાનમાંથી પંખો તથા પરચુરણ સામાન

(5) કડી, કસ્બા, છીપવાડ, કાપડ બજારમાંથી મોબાઇલ કિ.રૂ.17,000/- તથા રોકડ રૂ.2,500/- ની ચોરી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code