મહેસાણા: આજીવન સજા બાદ ફરાર ગુનેગાર છેવટે પોલીસ પકડમાં આવ્યો

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક એમ.બી.વ્યાસ વિસનગરના માર્ગદર્શન હેઠળ આગામી લોકસભા ચુંટણી અનુસંધાને પેરોલ જમ્પ/નાસતા ફરતા આરોપીઓની તપાસમાં મળી આવે તો પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરાઇ છે. મહેસાણાના વિજાપુર પોલીસ સ્ટેનના પો.ઇન્સ.ડી.બી.મહેતા, પો.સબ.ઇન્સ. એમ.એન.આદરેજીયા, અ.હેડ કોન્સ.પ્રવિણસિંહ જુજારસિંહ, અ.પો.કો.પરેશકુમાર જ્યંતીલાલ, અ.પો.કો.ભવાનજી વિઠાજી, અ.પો.કો. કીરીટસિંહ દશરથસિંહ તથા અ.પો.કો.દિપકસિંહ
 
મહેસાણા: આજીવન સજા બાદ ફરાર ગુનેગાર છેવટે પોલીસ પકડમાં આવ્યો

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક એમ.બી.વ્યાસ વિસનગરના માર્ગદર્શન હેઠળ આગામી લોકસભા ચુંટણી અનુસંધાને પેરોલ જમ્પ/નાસતા ફરતા આરોપીઓની તપાસમાં મળી આવે તો પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરાઇ છે.
મહેસાણાના વિજાપુર પોલીસ સ્ટેનના પો.ઇન્સ.ડી.બી.મહેતા, પો.સબ.ઇન્સ. એમ.એન.આદરેજીયા, અ.હેડ કોન્સ.પ્રવિણસિંહ જુજારસિંહ, અ.પો.કો.પરેશકુમાર જ્યંતીલાલ, અ.પો.કો.ભવાનજી વિઠાજી, અ.પો.કો. કીરીટસિંહ દશરથસિંહ તથા અ.પો.કો.દિપકસિંહ અજીતસિંહ સાથે પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન પો.સબ.ઇન્સ.એમ.એન.આદરજીયા તથા અ.હેડ કોન્સ. પ્રવિણસિંહ જુજારસિંહની સંયુક્ત બાતમી હકીકત આધારે સાબરમતી મધ્યસ્થ જેલના પાકા કેદી નં.એસ/14629 વિજયભાઈ વિઠ્ઠલભાઈ જાતે વાદી ઉ.વ.33 હાલ રહે,ગોવિંદપુરા ચોકડી પાસે, વિજાપુર મુળ રહે,જમાલપુર છાપરા, વાદી વાસ, કપડવંજ, તાલુકા કપડવંજ,જી. ખેડાનો તેમજ કપડવંજ ટાઉન પો.સ્ટે.ફસ્ટ ગુરનં.21/2009 ઇપાકો કલમ-302,324,323,143,147,148,149 વગેરેના ગુનાના કામે આજીવન કેદની સજા દરમ્યાન પેરોલ જમ્પ કરી નાસતો ફરતો હોવાથી તેને 26 માર્ચના રોજ સી.આર.પી.સી.કલમ 41(1)(આઇ) મુજબ અટકાયત કરવામાં આવી હતી. જોકે પોલીસે સાબરમતી મધ્યસ્થ જેલના હવાલે કરી સારી અને પ્રશસંનીય કામગીરી કરેલ છે.