આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણાની સોસાયટીમાં ગઇકાલે પરિણીતાના મોતમાં નવો વળાંક આવ્યો છે. સાસરીયાઓના મહેણાં ટાંણા અને માનસિક ત્રાસથી કંટાળી કેરોસિન છાંટી આપઘાત કરી લીધો હોવાની ફરીયાદ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશને નોંધાઇ છે. સાસરીયાઓ વારંવાર પરિણીતાના ચારિત્ર્ય ઉપર શંકા રાખી હેરાન પરેશાન કરતા હોવાથી પરિણીતાના ભાઇએ તેના પતિ અને સાસરિયાઓ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા શહેરની નંદનવન સોસાયટીમાં રહેતી 29 વર્ષીય પરિણીતાએ ગઇકાલે અગ્નિસ્નાન કરી લીધુ હતુ. નિરાલી મહિપાલ સુથાર નામની પરિણિતા ઉપર તેના પતિ સહિત સાસરિયાઓ ચારીત્ર્યને લઇ શંકા રાખતા હતા. જેને લઇ વારંવાર ઝઘડાઓ કરી માનસિક ત્રાસ આપતા હોવાથી ગઇકાલે પરિણીતાએ કંટાળી આપઘાત કરી લીધો હતો.

ઘટનાને લઇ પરિણીતાના ભાઇએ સુથાર મહેપાલભાઇ ભીખાભાઇ(પતિ), સુથાર ભીખાભાઈ નાથાભાઈ તથા સુથાર મધુબેન વા/ઓ ભીખાભાઈ, રહે.તમામ મહેસાણા(મોઢેરા રોડ, નંદનવન સોસાયટી) સામે ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસે ઇ.પી.કો કલમ 498(ક), 306 અને 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code