આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

જિલ્લા કલેકટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેરવા ખાતે જળશક્તિ અભિયાન અંતર્ગત કૃષિમેળો-વ- ખેડુત તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ ડાયરેકટર આત્મા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેરવાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ મેળામાં ખેડૂતો ઉપસ્થિ રહી માર્ગદર્શન મેળવ્યું હતું

ખેરવા ખાતે યોજાયેલ ખેડૂત તાલીમ કેન્દ્રમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને ખેતીમાં પાણીના બચાવ અને જળસંચય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ખેડૂતોને જળસંચયની વિવિધ પ્રધ્ધતિઓથી વાકેફ કરાયા હતા. જિલ્લા કલેકટર એચ.કે.પટેલે જણાવ્યું હતું કે આજે જળસંચય તાતી જરૂરીયાત બની છે. જળ બચાવી અને તેના સંગ્રહ માટે સરકાર અને વિવિધ સ્તરે માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવી રહ્યું છે. જેનો બહોળા પ્રમાણમાં લાભ લેવા અનુંરોધ કર્યો હતો. જિલ્લા કલેકટરએ વૈજ્ઞાનિક ખેત પદ્ધતિ અપનાવવા ખેડૂતોને અપીલ કરી હતી.

કૃષિ શિબિરમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેરવા ખાતે આયોજીત ખેડૂતોને કૃષિમેળામાં માર્ગદર્શન સહિત ખેડૂતોએ વૈજ્ઞાનિક ખેતપ્રદ્ધતિ અપનાવી કૃષિવિકાસના નવા આયામો સર કરવા જણાવ્યું હતું. જળશક્તિ અભિયાનની જરૂરિયાત અને જળસંગ્રહ તથા જળસંચયની વિવિધ પદ્ધતિઓ વિષે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ખેતરના શેઢા-પાળા પર વૃક્ષો વાવવા મંચ પરથી ખેડૂતોને અનુરોધ કર્યો હતો. ખેરવા ખાતે આયોજીત કાર્યક્રમમાં નિતી આયોગના આસીટન્ટ સેક્રેટરી ગંગા સિંહ, ડો.આર.કે.પટેલ, ભારતીય કિસાન સંઘના જીવણભાઇ સહિત કિસાન અગ્રણીઓ,અધિકારીઓ,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code