આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મહેસાણા

કોવિડ-૧૯ વાયર સંક્રમણને પગલે આજ દિન સુધી મહેસાણા જિલ્લામાં ૩૪ શંકાસ્પદ નમુના લેવામાં આવ્યા છે જે તમામ ૩૩ નમુના નેગેટીવ આવ્યા છે. મહેસાણા જિલ્લામાં લેવાયેલ નમુના પૈકી ૧૬ નમુના સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલ,૧૫ જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ અને ૦૩ નુતન હોસ્પિટલ વિસનગર ખાતે લેવામાં આવ્યા હતા. મહેસાણા જિલ્લામાં લેવાયેલ તમામ નમુના પૈકી એક પણ નમુનાનું પરીણામ પોઝેટીવ આવેલ નથી. જિલ્લામાં સાંઇક્રિષ્ણા હોસ્પિટલ દ્વારા લેવાયેલ એક રીપોર્ટનું પરીણામ હજુ બાકી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લામાં બે કેસ પોઝેટીવ જાહેર થયેલા છે જેમાં એકનું સેમ્પલ સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે લેવામાં આવેલ હતુ જે દર્દી હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. આ પોઝેટીવ કેસના ૦૩ હાઇરીસ્ક કોન્ટેકેટના નમુના ૦૬ એપ્રિલ ૨૦૨૦ના રોજ લેવાયેલ હતા જે રીપોર્ટ નેગેટીવ આવેલ છે.

આ ઉપરાંત કડી ખાતે પોઝિટીવ કેસનું સેમ્પલ ૦૪ એપ્રિલ ૨૦૨૦ ના રોજ એસ.વી.પી હોસ્પિટલ અમદાવાદ દ્વારા લેવામાં આવેલ હતુ. આ વ્યક્તિ ૧૯ માર્ચ ૨૦૨૦ થી રોજ કડી ખાતે તેમના નિવાસ સ્થાને પરત આવેલ નથી. આ કેસનું એપી સેન્ટર મલેકા મસ્જિદ કાલુપુર અમદાવાદ ખાતે છે. કડી તાલુકામાં રોગચાળા અટકાયતી પગલાંના ભાગ રૂપે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એપેડેમિક ડીસીઝ એક્ટ ૧૮૯૭ મુજબ કન્ટેન્ટમેન્ટ ઝોન માટેનું જાહેરનામું તારીખ ૦૬ એપ્રિલ ૨૦૨૦ના રોજ ઇન્સીડન્ટ કમાડન્ટ મામલતદાર દ્વારા બહાર પાડવામાં આવેલ છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code